પ્રથમ વન-ડેમાં આ 3 યુવા ખેલાડીઓ એક સાથે કરશે ડેબ્યૂ, મેચના 1 દિવસ પહેલા રોહિત શર્માએ આપ્યા મોટા સંકેત…
છેલ્લા ઘણા સમયથી ટીમ ઇન્ડિયા સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર હતી. છેલ્લે ત્યાં ત્રણ મેચની વનડે સીરીઝ પૂર્ણ થઇ છે. જેમાં ભારત નિષ્ફળ રહ્યું છે. ત્યારબાદ હવે ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર પહોંચી છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયા ત્રણ મેચોની વન-ડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ચાર ડિસેમ્બરથી વનડે સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે.
તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા બાંગ્લાદેશ સામેની આ વન-ડે સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. આ વનડે સિરીઝમાં ફરી એકવાર રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. તો આ સાથે જ ટીમમાં પણ ઘણા બદલાવો કરવામાં પણ આવ્યા છે. ટીમમાં સિનિયર ખેલાડીઓ જેવા કે રાહુલ, વિરાટ કોહલીની વાપસી કરવામાં આવી છે. આ ખેલાડીઓને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો હતો.
ચાર ડિસેમ્બરે શરૂ થતી પ્રથમ વન-ડે સિરીઝની પ્રથમ મેચને લઈને કેપ્ટન રોહિત શર્મા એક્શન મોડમાં આવ્યો છે. અને તેણે મેચના એક દિવસ પહેલા આ ત્રણ યુવા ખેલાડીઓને વન-ડેમાં પ્રથમ વખત ડેબ્યૂ કરાવશે. વર્ષ 2023 માં વનડે વર્લ્ડ કપ આવી રહ્યો છે જેને લઇને ટીમ ઇન્ડિયામાં હાલ ઘણા બદલાવો કરવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ પ્રથમ વનડે મેચમાં ડેબ્યું કરતા આ ત્રણ યુવા ખેલાડીઓ કોણ છે.
રાહુલ ત્રિપાઠીને ઘણા સમયથી ટીમ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ આ સ્ટાર ખેલાડીને હજુ સુધી ડેબ્યૂ કરવાની તક મળી નથી. પરંતુ આગામી પ્રથમ વન-ડે મેચમાં કેપ્ટન રોહિત શર્મા તેને ડેબ્યૂ કરવાની મોટી તક આપી શકે છે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયામાં તેને સ્થાન પાક્કું કરવું ખૂબ જ અગત્યનું છે. તે ખૂબ જ સારું પ્રદર્શન પણ દેખાડી રહ્યો છે. રોહિત શર્મા આ વનડે સિરીઝમાં તેને ડેબ્યૂ કરાવી શકે છે અને નંબર 4 પર બેટિંગ કરવા માટે મોટી તક આપી શકે છે.
ત્યારબાદ ભારતીય યુવા બેટ્સમેન રજત પાટીદારને રોહિત શર્મા આ પ્રથમ મેચમાં ડેબ્યૂ કરાવી શકે છે. રજત પાટેદાર છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટ અને IPL માં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાઈ રહ્યો છે. આ બંને ખેલાડીઓની સાથે રોહિત શર્મા ભારતીય ફાસ્ટ બોલર કુલદીપ સેનને પ્રથમ વનડેમાં સ્થાન આપીને ડેબ્યૂ કરાવી શકે છે. કુલદીપ સેન ફાસ્ટ બોલર તરીકે સારું યોગદાન આપી શકે છે. તો આ સાથે જ તે ઘણી મહત્વની વિકેટો પણ ઝડપી શકે છે જેને કારણે મોટી ટુર્નામન્ટમાં ટીમ ઇન્ડિયાને મોટી સફળતા અપાવી શકે છે.