સંજુ સેમસન સહિત આ 3 ખેલાડીઓ બન્યા રાજનીતિના શિકાર, ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝમાં પણ ન મળ્યું સ્થાન…
વર્લ્ડ કપ 2023ની પૂર્ણાહુતિ બાદ હવે ભારતીય ટીમ 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી ઘર આંગણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની મહત્વની સિરીઝ રમવાની છે. આ સિરીઝની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને આ સિરીઝ મહત્વની રહેશે. આ ઉપરાંત બીસીસીઆઈ દ્વારા હાલમાં ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે.
ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 સિરીઝ દરમિયાન રોહિત, હાર્દિક અને રાહુલ જેવા તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. બીસીસીઆઈએ ફરી એક વખત દગો કર્યો હોય તેવું કહી શકાય છે. સંજુ સહિત આ 3 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ ત્રણેય ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને ઓસ્ટ્રેલિયા ટી-20 સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિકેટકીપર તરીકે જીતેશ શર્મા અને ઈશાન કિશનને પસંદ કરવામાં આવ્યા છે. સંજુ આ પદ માટે મોટું દાવેદાર હતો હાલમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફરી એક વખત તે રાજનીતિનો શિકાર બન્યો હોય તેવું કહી શકાય છે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારને પણ અવગણવામાં આવ્યો છે. હાલમાં જ તેણે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 7 મેચોમાં 16 વિકેટો લીધી હતી. તેણે ફરી એક વખત બોલને બંને તરફ લહેરાવવાનું શરૂ કર્યું છે. તે મોટી ટુર્નામેન્ટમાં જીત અપાવવા માટે જાણીતો છે છતાં પણ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તેની પસંદગી કરવામાં આવી નથી. આ એક મોટી બાબત ગણી શકાય છે.
આ બંને ખેલાડીઓ ઉપરાંત યુઝવેન્દ્ર ચહલને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. ચહલ એક સમયે ભારતીય ટીમનો મુખ્ય સ્પિનર બોલર હતો પરંતુ હાલમાં તેને સ્થાન મેળવવું મુશ્કેલ થયું છે. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત યુવા ખેલાડીઓથી ભરેલી જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા સામેની પાંચેય મેચો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તે પણ નક્કી છે.