શ્રીલંકા સામેની T-20 સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમ હશે કંઇક આવી, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે..
T-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયા દ્વિપક્ષીય દેશો વચ્ચે વન-ડે, ટેસ્ટ અને T-20 સિરીઝ રમતી જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ સાથે 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશના પ્રવાસ પર વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ 26 ડિસેમ્બરથી પૂર્ણ થયો છે. ત્યારબાદ હવે ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે ત્રણ મેચોની T20 સિરીઝ રમવા જઈ રહી છે.
બાંગ્લાદેશ પ્રવાસ બાદ 3 જાન્યુઆરીથી શ્રીલંકા ભારતના ઘર આંગણે ત્રણ મેચોની T-20 સિરીઝ અને ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવા માટે આવવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 જાન્યુઆરીથી ત્રણ મેચોની પ્રથમ T-20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. આર T 20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે શ્રીલંકા સામેની આ ત્રણ મેચોની T-20 સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત બીજા ઘણા ખેલાડીઓ મેદાને રમતા જોવા મળશે નહીં. આગામી વર્ષ 2023માં આવી રહેલ વન ડે વર્લ્ડ કપ ને ધ્યાનમાં રાખીને આ સ્ટાર ખેલાડીઓ ફક્ત વન-ડે સિરીઝમાં જ રમતા જોવા મળશે. T-20 ફોર્મેટ માટે હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યા ફરી એક વખત ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે. કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની આ T-20 સિરીઝમાં ઘણા નવા યુવા ખેલાડીઓને તક આપી શકે છે. શ્રીલંકા સામેની ત્રણ મેચની T-20 સિરીઝ માટે આ 15 ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. પ્રથમ ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો શુભમન ગીલ, ઈશાન કિશન, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓ મેદાને ઉતરશે.
આ સિરીઝમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંત અને સંજુ સેમસનને મોટું સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદરનો ટીમમાં સમાવેશ કરવામાં આવશે. ભારતીય ટીમની બોલિંગ પર નજર કરીએ તો સ્પીન બોલિંગ તરીકે યુઝવેન્દ્ર ચહલ, ફાસ્ટ બોલરોમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, ઉમેરાન મલિક, હર્ષલ પટેલ અને રવિ બિશનોઈનો સમાવેશ થશે.
શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે આ 15 સભ્યોની ભારતીય ટીમ: શુભમન ગિલ, ઇશાન કિશન, પૃથ્વી શો, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.