LIVE મેચમાં મેદાનમાં થઈ ભાગદોડ, આ કારણોસર 30 મિનિટ સુધી રોકવી પડી મેચ…-જુઓ વિડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ ચેન્નાઈ ખાતે રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મિથે પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂઆતમાં ખૂબ જ જોરદાર રહી હતી. પરંતુ ભારતીય બોલરોએ 49 ઓવરમાં 269 રન બનાવીને સમગ્ર ટીમને ઓલ આઉટ કરી હતી.

લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક વિચિત્ર ઘટના બની હતી જેના કારણે સમગ્ર મેદાનમાં ખેલાડીઓ અને સ્ટાફ વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાને કારણે લાઈવ મેચને લાંબા સમય સુધી અટકાવવામાં આવી હતી. આ વિચિત્ર ઘટનાને કારણે જ્યારે મેચને અટકાવવામાં આવી ત્યારે મેદાન ઉપર હાજર ખેલાડીઓ હસતા અને મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 43મી ઓવર ટીમ ઇન્ડિયા તરફથી ચાઇના મેને બોલર કુલદીપ યાદ ફેકવા માટે આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના ઘટી હતી. આ ઓવરમાં ત્રીજા બોલ પર સીન એબોટે ચોગ્ગો ફટકાર્યો હતો. આ ફોર ગયા પછી તરત જ એક નાનો કૂતરો સ્ટેડિયમમાં ઘૂસી આવ્યો હતો. જેને કારણે આ સમગ્ર લાઈવ મેચને રોકી દેવામાં આવી હતી.

લાઈવ મેચમાં કૂતરો સ્ટેડિયમમાં ઘૂસી આવતા ગ્રાઉન્ડમેનને આ કૂતરાને પકડવા માટે ગ્રાઉન્ડમાં તેની પાછળ ખૂબ જ ભાગવું પડ્યું હતું. આ દરમિયાન ગ્રાઉન્ડમાં હાજર ખેલાડીઓ પણ કૂતરાને પકડવા માટે ગ્રાઉન્ડમાં તેની પાછળ દોડતા નજરે પડ્યા હતા. તો આ સમગ્ર ઘટના બની ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્ટાર કેપ્ટન રોહિત શર્મા, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સહિતના તમામ ખેલાડીઓ આ સમગ્ર ઘટનાને હસતા હસતા નિહાળી રહ્યા હતા.

આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ ઘટના કઈ રીતે બની તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ વિડીયો જોઈને ઘણા દિગ્ગજ ક્રિકેટરો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર સવાલો પણ ઉઠાવી રહ્યો છે કે શરૂ મેચમાં આટલી બધી સિક્યુરિટી હોવા છતાં પણ કૂતરો મેદાનમાં કઈ રીતે ઘુસ્યો. જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *