વનડે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયામાં અચાનક આ સ્ટાર યુવા ખેલાડીની થઈ એન્ટ્રી, હવે ભારતની જીત નક્કી….

દુનિયાની તમામ ટીમો હાલ વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને તેની પૂર્વ તૈયારીઓ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે 2023નો વન ડે વર્લ્ડ કપ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતમાં રમવા જઈ રહ્યો છે. ટીમ ઇન્ડિયામાં અચાનક આ સ્ટાર યુવા ખેલાડીની એન્ટ્રી થતાં દસ વર્ષના દુકાળ બાદ ભારત ફરી એકવાર વન-ડે વર્લ્ડ કપ 2023 પોતાના નામે કરશે.

ભારતીય ટીમમાં અચાનક આ એક યુવા ઘાતક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે પોતાના દમ પર ભારતને 10 વર્ષ બાદ ફરી એક વાર વન-ડે વર્લ્ડ કપ જીતાડશે. તમને જણાવી દઈએ કે વન ડે વર્લ્ડ કપ 2011માં ભારતના ફાસ્ટ બોલર ઝહીરખાને ટીમ ઇન્ડિયા માટે આ સમગ્ર ટુર્નામેન્ટમાં સૌથી વધુ 21 વિકેટો ઝડપીને ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

તે જ રીતે હાલ સમાવેશ કરવામાં આવેલ આ ફાસ્ટ બોલર ટીમ ઇન્ડિયાને વન ડે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીતાડશે એ નક્કી છે. તમને જણાવી દઈએ કે ફાસ્ટ બોલર ઉમરાન મલિક શ્રીલંકા સામે ઘર આંગણે રમાયેલ T20 સીરીઝમાં 7 મહત્વની વિકેટો લઈને વર્ષ 2023ની શાનદાર શરૂઆત કરવામાં સફળ સાબિત થયો હતો.

વધુમાં શ્રીલંકા સામેની તાજેતરમાં જ પૂર્ણ થયેલ 3 મેચોની વન-ડે સિરીઝમાં પણ ઉમરાન મલિકે જોરદાર પ્રદર્શન બતાવ્યું હતું. આ સિરીઝની પ્રથમ બે મેચોમાં ઉમરાન મલિકે ગુવાહાટીમાં રમાયેલ પ્રથમ મેચમાં 3 અને કોલકાતામાં રમાયેલ બીજી મેચમાં 2 મહત્વની વિકેટો ઝડપીને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો. આ મેચ દરમિયાન તે મેચવિનર પણ સાબિત થયો હતો.

ઉમરાન મલિકના આ શાનદાર પ્રફોમન્સને કારણે ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહનું માનવું છે કે ઉમરાન મલિક વર્લ્ડ કપ 2023 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેને વધુમાં કહ્યું છે કે ઉમરાન મલિક હાલ 140 થી 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલીંગ કરતો બુમરાહની બરાબરીનો એકમાત્ર ખેલાડી છે. તે ટીમ ઇન્ડિયા માટે લાંબા સમય સુધી રમી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *