ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં રોહિતનો ઓપનિંગ પાર્ટનર બનશે આ સ્ટાર યુવા ખેલાડી, હરભજન સિંહે આપ્યું ચોંકાવનારું નામ…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી કાનપુરમાં 4 મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમવા જઈ રહી છે. પ્રથમ મેચ કાનપુરમાં 9 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે રમવાની છે. આ ટેસ્ટ સિરીઝ માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા 17 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી. પરંતુ પ્રથમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે ? તેને લઈને મોટા સવાલો ઉઠી રહ્યા છે. જેના ભાગરૂપે ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બોલર હરભજન સિંહે મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ટીમમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમની ટેસ્ટમાં ઓપનિંગ કે એલ રાહુલ અને રોહિત શર્મા કરી રહ્યા છે. પરંતુ ટીમ ઇન્ડિયા ના પૂર્વ સ્પીનર હરભજન સિંહે ભારતીય ટીમની ઓપનિંગ જોડીને લઈને ચોંકાવનારું નામ આપ્યું છે તેણે કહ્યું છે કે પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા સાથે આ સ્ટાર યુવા ખેલાડી ઓપનિંગ કરશે તે નક્કી છે.

તમને જણાવી દઈએ કે પૂર્વ સ્પીનર બોલર હરભજન સિંહ પોતાની youtube ચેનલના માધ્યમથી ભારતીય ઓપનર જોડી પર વિગતવાર વાત કરતા કહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામેની આ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમની ઓપનિંગ જોડી ખૂબ જ મહત્વની છે. તેણે એમ પણ કહ્યું છે કે મારા મતે રોહિત શર્માની સાથે ઓપનિંગ બેટ્સમેન તરીકે કે એલ રાહુલને નહીં પરંતુ ટીમ ઇન્ડિયાનો સ્ટાર યુવા બેટ્સમેન શભમન ગીલ ઓપનિંગ કરતો જોવા મળશે.

છેલ્લા ઘણા સમયથી કેપ્ટન રોહિત શર્મા સાથે KL રાહુલ ઓપનિંગ કરી રહ્યો છે. KL રાહુલ ડેસિંગ અને ટોપ ક્લાસ ખેલાડી છે. પરંતુ 2022 પછી તે ઓપનિંગમાં સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. જેની વિરુદ્ધમાં ટીમ ઇન્ડિયાનો યુવા બેટ્સમેન શુભમ ગીલ રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યો છે. શુભમન ગીલ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે ઘણી વખત પોતાના દમ પર અનેક મેચો જીતાડી છે. જેને કારણે ઓસ્ટ્રેલિયા સામેની આ મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝમાં તે રોહિત શર્મા સાથે ઓપનિંગ કરે એ જરૂરી છે.

આ વર્ષે ક્રિકેટના તમામ ફોર્મેટમાં શુભમન ગેલનું બેટ જોરદાર ચાલી રહ્યું છે તેને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે ટી 20માં પણ સદી ફટકારી હતી. શુભમન ગીલ અત્યાર સુધીમાં ટીમ ઇન્ડિયા માટે 13 ટેસ્ટ મેચો રમી ચૂક્યો છે. જેમાં 32ની એવરેજ થી 736 રન ફટકાર્યા છે. જેમાં 4 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *