IND vs AUS ટેસ્ટ સીરીઝની છેલ્લી બે મેચોમાંથી આ સ્ટાર ખેલાડી ઇજાને કારણે થયો બહાર, ટીમને લાગ્યો મોટો ઝટકો…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ-4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ સિરીઝની પ્રથમ બે મેચોમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવ્યો છે. જેને કારણે સમગ્ર શ્રેણીમાં ભારતે 2-0ની મોટી લીડ મેળવી છે. ભારતીય ટીમ આ સિરીઝની આગામી ત્રીજી ટેસ્ટ મેચ જીતીને સમગ્ર સીરીઝમાં વિજય મેળવવા મેદાને ઉતરશે પરંતુ ત્રીજી મેચ શરૂ થાય તે પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ સીરીઝ પહેલા ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં બહાર થયા હતા. તો કેટલાક ખેલાડીઓ મધ્યમાં પણ ઇજાગ્રસ્ત થતા સમગ્ર સિરીઝમાંથી બહાર થયા છે. જેના કારણે ટીમોને ઘણું નુકસાન પણ થયું છે. ફરી એક વાર ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા આ ઘાતક ઝડપી બોલર ઇજાને કારણે આ સમગ્ર ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયો છે.
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાનો ઝડપી ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ એચિલીસ ભારત સામેની આ સમગ્ર ટેસ્ટ સિરીઝ માંથી બહાર થયો છે. ઓસ્ટ્રેલિયન ટીમ માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય છે. જોશ હેઝલવુડ સંપૂર્ણ રીતે હજુ ઇજામાંથી બહાર આવી શક્યો નથી. જેને કારણે આ સમગ્ર ટેસ્ટ સિરીઝ માંથી બહાર થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ટીમ માટે પણ એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમના આ બે ઘાતક ખેલાડીઓ ઇજામાંથી ફિટ થઈ જતા ત્રીજી ટેસ્ટ મેચમાં રમતા જોવા મળશે. આ બે ખેલાડીના કારણે ત્રીજી મેચ જીતવા માટે ભારતીય ટીમને મુશ્કેલી ઉભી થઇ શકે છે.
સાઉથ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટના પ્રથમ દિવસે કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે મિશેલ સ્ટાર્ક ડાબા હાથે ઇજાગ્રસ્ત થયો હતો. પરંતુ હવે તે ઇજા માંથી બહાર આવી ગયો છે અને આગામી મેચમાં ભારત માટે વિલન રૂપ સાબિત થઈ શકે છે. વધુમાં કેમરોન ગ્રીન પણ સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે. અને તે પણ આગામી મેચમાં ભારત સામે મેદાને રમતો જોવા મળશે.