શ્રીલંકન ખેલાડીએ એવો ઘાતક બોલ ફેક્યો કે કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રિઝ પર સૂઈ ગયો પછી થયું એવું કે…-જુઓ વીડિયો
ટીમ ઇન્ડિયાની શ્રીલંકા સામે ત્રણ મેચોની T20 સિરીઝ 3 જાન્યુઆરીથી શરૂ થઈ છે. પ્રથમ ટી 20 મેચમાં ઇન્ડિયાએ શાનદાર બે રનથી મોટી જીત હાસલ કરી છે. આ સિરીઝની પ્રથમ મેચ ગઈકાલે વાનખેડા સ્ટેડિયમ મુંબઈ ખાતે રમાઈ હતી. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો સૌ પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી.
ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઇન શરૂઆતમાં ખૂબ જ ખરાબ રહેતી પરંતુ અંતમાં દીપક હુડા અને અક્ષર પટેલની પાર્ટનર શિપે ટીમ ઇન્ડિયાએ 162 રનનો મોટો ટાર્ગેટ ઊભો કર્યો હતો. આ મેચ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ 27 બોલમાં 29 રન ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા ભારતીય ટીમ સંકટ સામે ઝઝુમી રહી હતી ત્યારે તે ભારતીય ટીમની ઇનિંગ્સને સંભાળવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે તેની સાથે એક અનોખો બનાવ બન્યો હતો. જેને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ઈશાન કિશને આ મેચમાં 29 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ઈશાન કિશન આઉટ થયા બાદ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન હાર્દિક પંડ્યા ક્રીઝ પર આવ્યો ત્યારે સામે દીપક હુડા બેટિંગ કરી રહ્યો હતો. 13મી ઓવર શ્રીલંકન સ્ટાર ખેલાડી મહિષ તિક્ષાના બોલિંગ કરવા માટે આવ્યો હતો તેની ઘાતક બોલીને જોઈને સૌ કોઈ દંગ રહી જતા હોય છે. મહિષ તિક્ષાનાએ 13 મી ઓવરનો પાંચમો બોલ હાર્દિક પંડ્યાના પગમાં ડાયરેક્ટ યોર્કર નાખ્યો હતો. જેને કારણે હાર્દિક પંડ્યા આ બોલ રમવા જતા ફ્રીઝ પર સુઈ ગયો હતો.
આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ બની રહ્યો છે. આ સમગ્ર ઘટના બાદ હાર્દિક પંડ્યા હાથ મિલાવી અને ઉભો થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ ફરી એકવાર તે ફ્રીજ ઉપર બેસી ગયો હતો. ત્યારબાદ બેટનો સહારો લઈને અંતે ફરી બેટિંગ કરવા માટે ઉભો થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા 29 રન બનાવીને આઉટ થયો હતો. જુઓ વિડિયો…