શ્રીલંકા સામેની T-20 અને ODI સિરીઝ માંથી આ સ્ટાર ખેલાડીને પસંદગીકારકો એ એક ઝાટકે કર્યો બહાર, ગંદી રાજનીતિનો બન્યો શિકાર…

ટીમ ઇન્ડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે 3 જાન્યુઆરીથી 3 મેચોની T-20 સિરીઝ અને 3 મેચોની ODI સિરીઝ રમવા જઈ રહી છે. શ્રીલંકા સામેની આ બંને સિરીઝો માટે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમોની જાહેરાત કરી છે. જાહેર કરેલ આ ટીમોમાં પસંદગી કારકોએ આ મેચવીનર ખેલાડીને એક ઝાટકે ટીમ ઇન્ડિયા માંથી બહારનો રસ્તો બતાવ્યો છે.

આ મેચવીનર ખેલાડીને શ્રીલંકા સામેની T 20 અને ઓડીઆઇ શ્રેણીમાં ભારતીય ટીમમાં સ્થાન મળવાનું પાક્કુ હતું. પરંતુ પસંદગીકારકોએ આ સ્ટાર ખેલાડીને ટીમ ઇન્ડિયા માંથી દૂધમાંથી માખીની જેમ તેમ બહાર ફેંકી દીધો છે. સોશિયલ મીડિયા પર હાલ આ ઘાતક ખેલાડીના ચાહકો બીસીસીઆઈ પર ચોંકાવનારા આક્ષેપો લગાવી રહ્યા છે. આ ઘાતક ખેલાડી રાજનીતિનો ગંભીર શિકાર બન્યો હોય તેવું લાગી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર શાર્દુલ ઠાકોર શ્રીલંકા સામેની T20 સિરીઝ અને વન-ડે સિરીઝ માંથી એક ઝાટકે બહાર કરવામાં આવ્યો છે. પસંદગી કારકોએ શાર્દુલ ઠાકોરને ટીમ ઇન્ડિયા માંથી બહાર કરતાની સાથે જ મોટો હોબાળો મચી ગયો છે. બાંગ્લાદેશ પ્રવાસ પર પણ આખી ટેસ્ટ સિરીઝમાં શાર્દુલ ઠાકોર બેંચ પર બેસીને પાણી પીતો નજરે પડ્યો હતો.

શાર્દુલ ઠાકુરને બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં એક પણ મેચ રમવાની તક આપવામાં આવી ન હતી. શાર્દુલ ઠાકુરને ખ્યાલ નહોતો કે તેને શ્રીલંકા સામેની ટી-20 અને વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવશે. શાર્દુલ ઠાકોર ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન છે.

થોડા સમય પહેલા આ ઘાતક ખેલાડીને ભારતની તમામ ટેસ્ટ, ઓડીઆઇ અને ટી ટ્વેન્ટી સિરીઝની પ્લેઇંગ 11 માં જોવા મળતો હતો. પરંતુ અચાનક જ આ ખેલાડીને ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે. શાર્દુલ ઠાકુરની ક્રિકેટ કારકિર્દી માટે આ સારા સંકેતો નથી. શાર્દુલ ઠાકુર ટીમ ઈન્ડિયાનું સૌથી ઘાતક હથિયાર માનવામાં આવે છે. શાર્દુલ ઠાકુર શાર્પ સ્વિંગ બોલિંગ કરવામાં માસ્ટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *