ટીમ ઇન્ડિયામાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા દુશ્મનની થઈ વાપસી, પ્રથમ ટેસ્ટમાં જ મચાવશે તબાહી…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચીની ટી20 સિરીઝ પૂર્ણ થયા બાદ હવે ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે 9 ફેબ્રુઆરીથી 4 મેચોની ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. ટીમ ઇન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ બોર્ડર ગાવસ્કર શ્રેણી રમવા માટે તેની પૂર્વ તૈયારીઓ કરી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 9 થી 13 ફેબ્રુઆરીની વચ્ચે નાગપુર ખાતે રમવા જઈ રહી છે.
ઓસ્ટ્રેલિયા વિરોધની આ ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન રોહિત શર્માએ અચાનક ભારતીય ટીમમાં ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા દુશ્મનની એન્ટ્રી કરાવી છે. આ સ્ટાર ખેલાડી પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઓસ્ટ્રેલિયાની તબાહી મચાવતો જોવા મળશે. ચાર મેચની આ ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં આ ખેલાડીની વાપસીના સમાચાર સાંભળીને ઓસ્ટ્રેલિયાની ટીમમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
કેપ્ટન રોહિત શર્માએ અચાનક જ આ સ્ટાર ખેલાડીની ટીમ ઇન્ડિયામાં વાપસીના સંકેતો આપ્યા છે. આ ખતરનાક ખેલાડીની એન્ટ્રી થતા ભારતીય ટીમ હાલ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ સ્ટાર ખેલાડી પ્રથમ મેચમાં જ ઓસ્ટ્રેલિયાનો કાળ બનશે. આ ખેલાડી પોતાના દમ પર ભારતને આ સમગ્ર સીરીઝ જીતાડી શકે છે. ચાલો તેના પર નજર કરીએ.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં અચાનક જ ટીમ ઇન્ડિયા તરફથી સૌથી ખતરનાક બોલર અને સુલતાન આર અશ્વિનની એન્ટ્રી થઈ છે. જેને ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે. આર અશ્વિન ભારતની તમામ અલગ-અલગ પીચોમાં ખૂબ જ સારું પ્રદર્શન દેખાડી શકે છે. તેની ગણના વિશ્વના સૌથી ખતરનાક સ્પીનરોમાં કરવામાં આવે છે. જે વિરોધી ટીમના બેટ્સમેનોના હોશ ઉડાડવા માટે સક્ષમ છે.
રવીશચંદ્રન અશ્વિને અત્યાર સુધીમાં પોતાના ટેસ્ટ કરિયરમાં પાંચ સદી ફટકારી છે જેમા 124 નો સૌથી મોટો સર્વો શ્રેષ્ઠ સ્કોર પણ બનાવ્યો છે. વધુમાં બોલિંગની બાબતમાં અશ્વિનના નામે ટેસ્ટ કરિયરમાં 449 વિકેટ લેવાનો મોટો રેકોર્ડ પણ તેના નામે છે. ટેસ્ટ મેચોમાં આર અશ્વિને 30 વખત 5 વિકેટ ઝડપી છે તો અશ્વિને 7 વખત દસથી પણ વધુ વિકેટો ઝડપી ચૂક્યો છે જેને કારણે ઓસ્ટ્રેલિયામાં હાલ ભયનો માહોલ છવાયેલો છે.