AUS સિરીઝ સાથે આ દિગ્ગજ ખેલાડીનું વનડે કરિયર પણ થયું સમાપ્ત, હવે ક્યારેય નહીં મળે ભારતીય ટીમમાં સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારના રોજ ચેન્નાઈ ખાતે ત્રણ મેચોની વન-ડે સિરીઝની અંતિમ નિર્ણાયક મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 21 રને કારમી હાર આપી છે. અને સમગ્ર સિરીઝમાં પોતાનો કબજો બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ આ સમગ્ર સીરીઝમાં 2-1 થી પોતાના નામે કરી છે. ભારતીય ટીમએ આ મેચને જીતવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ સામે ભારતીય ટીમને કારમી હાર મળી છે.
અંતિમ નિર્ણાયક મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન સ્ટાર કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 49 ઓવરમાં 269 રન બનાવ્યા હતા. ત્યારબાદ આ નાના સ્કોરનો પીછો કરવા ભારતીય ટીમ મેદાને ઉતરી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન બોલરો સામે ભારતીય ટીમ 248 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી. જેને કારણે ભારતને 21 રનને મોટી હાર મળી છે.
ઓસ્ટ્રેલિયા સામેની આ વન-ડે સિરીઝ પૂર્ણ થતાની સાથે જ આ ભારતીય દિગ્ગજ ખેલાડીનું વન-ડે કરિયર પણ સમાપ્ત થયું છે. હવે તેને ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન મળશે નહીં. આ વનડે સિરીઝ દરમિયાન આ સ્ટાર ખેલાડી એક પણ મેચમાં કંઈ ખાસ કમાલ કરી બતાવ્યો નથી. તેને વારંવાર તક આપવામાં આવી રહી હતી પરંતુ સંપૂર્ણ ફ્લોપ સાબિત થયો છે. ચાલો જાણીએ સ્ટાર ખેલાડી કોણ છે.
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ ODI સીરીઝમાં વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવને કેપ્ટન રોહિત શર્માએ સતત રમવાની તક આપી હતી. પરંતુ તે એક પણ તકને ઝડપી શક્યો નહીં અને ત્રીપલ ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝની એક પણ મેચમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. આટલું જ નહીં, તેણે દરેક મેચમાં પહેલા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી.
સૂર્યકુમાર યાદવને શ્રેણીની પ્રથમ બે મેચમાં ચોથા નંબર પર રમવાની તક મળી હતી. તે જ સમયે, છેલ્લી મેચમાં, તે 7માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો, પરંતુ તે આ શ્રેણીમાં 1 રન પણ બનાવી શક્યો ન હતો. જેને કારણે હવે તેને ક્યારેય વનડે ટીમમાં સ્થાન મળશે નહીં એ નક્કી થઈ ગયું છે. સીરીઝ પૂર્ણ થતાની સાથે જ સૂર્યકુમાર યાદવનું વન-ડે કરિયર સંપૂર્ણ ફ્લોપ થયું છે.