બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમની પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…

ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશના પ્રવાસ પર છે જ્યાં ત્રણ મેચની વનડે સિરીઝ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. ત્યારબાદ હવે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી બે મેચોની ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. આ માટે બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં 17 સભ્યોની ભારતીય ટેસ્ટ ટીમની મોટી જાહેરાત કરી હતી.

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા વનડે સિરીઝ દરમિયાન ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. જેને કારણે હાલ તેને ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. રોહિત શર્મા બહાર થતાં ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન KL રાહુલને સોંપવામાં આવી છે. આ સમગ્ર ટેસ્ટ દરમિયાન ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમમાં મોટી તક આપવામાં આવી છે. પ્રથમ ટેસ્ટ મેચમાં સંભવિત પ્લેઇંગ 11 પર એક નજર કરીએ.

ભારતીય ટીમમાં પ્રથમ ઓપનીંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાને કારણે ઓપનિંગ બેટ્સમેન તરીકે KL રાહુલ અને શુભમન ગીલ ઓપનિંગ કરતા નજરે પડશે. આ જોડીએ અત્યાર સુધીમાં ઘણું સારું પ્રદર્શન બતાવ્યું છે. તે ખૂબ જ મજબૂત ઓપનિંગ ભાગીદારી બનાવી શકે છે. ત્યારબાદ નંબર 3 પર બેટિંગ કરવા માટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આવશે.

મિડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 4 પર ચેતેશ્વર પુજારા બેટિંગ કરતો નજરે પડશે. ત્યારબાદ નંબર 5 પર ટીમ ઇન્ડિયાનો ઘાતક બેટ્સમેન શ્રેયસ ઐયર મેદાનને ઉતરશે. વધુમાં તમને જણાવી દઈએ કે વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંથને નંબર 6 પર બેટિંગ કરતો જોઈ શકાશે. ત્યારબાદ સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન તરીકે નંબર 7 પર રવિચંદ્રન અશ્વિનને મોટી જગ્યા આપવામાં આવશે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને નંબર 8 પર મોટું સ્થાન મળી શકે છે.

ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન પર એક નજર કરીએ તો ફાસ્ટ બોલરોમાં ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્ટાર બોલેરોની ઘાતક બોલીને કારણે વિરોધી ટીમમાં પ્રેશર ઊભું કરી શકે છે. આ તમામ બોલરો પર બોલિંગ લાઇનની તમામ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ટીમ ઇન્ડિયાને આ સીરીઝ જીતવી ખૂબ જ અગત્યની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *