ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં કર્યા એવા એવા ખુલાસા જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ 13 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક ઈનિંગ્સ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો છે. જેને કારણે ભારતે આ સમગ્ર સીરીઝ દરમિયાન 1-0 થી મોટી લેડ બનાવી છે. આ સિરીઝની બીજી મેચ 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે અરુણ જેટલી ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમવાની છે.
પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા જ ટીમ ઇન્ડિયાના ચીફ સિલેકટર ચેતન શર્માએ મીડિયાના સ્ટ્રિંગ ઓપરેશનમાં એવા મોટા મોટા ખુલાસા કર્યા છે. જેને કારણે હાલ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ ભારતીય ટીમના મોટા મોટા સ્ટાર ખેલાડીઓને લઈને ઘણા રહસ્યમય ખુલાસાઓ જાહેર કર્યા છે. ચેતન શર્માએ મીડિયાના સ્ટ્રિંગ ઓપરેશનમાં આ નિવેદન આપીને હંગામો મચાવ્યો છે.
BCCI થી લઈને ICC સુધી ચેતન શર્મા હાલ ચર્ચાનો વિષય બન્યા છે. આ ખુલાસામાં એક મોટો ખુલાસોએ પણ છે કે ખેલાડીઓ સ્વસ્થ થવા માટે પેઇન કિલરના ઇન્જેક્શન નહિ પરંતુ બીજા ઇન્જેક્શનનો લે છે. વધુમાં વિરાટ કોહલી, વર્તમાન કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૌરભ ગાંગુલીના ઘણા રહસ્યો પણ ખોલ્યા છે. ચેતન શર્માએ કહ્યું છે કે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સ્વસ્થ રહેવા માટે ઇન્જેક્શન લે છે.
વધુમાં જણાવ્યું છે કે ખેલાડીઓ જાણતા હોય છે કે ક્યાં ઇન્જેક્શન ટોપિંગ હેઠળ આવતા નથી. આ નિવેદનમાં ટીમ ઇન્ડિયાની કેટલીક ગોપનીય બાબતો પર પણ ખુલ્લેઆમ ચર્ચા કરી છે. તેનું કહેવું એમ છે કે કિંગ કોહલી અને કેપ્ટન રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાની યોજના ચાલી રહી છે. જેને કારણે તેને થોડી છૂટછાટનું બહાનું કાઢવામાં આવી આવી રહ્યું છે.
મીડિયાના આ સ્ટ્રીંગ ઓપરેશન દરમિયાન ચેતન શર્માને જસપ્રિત બુમ્રહના ફિટનેસ અપડેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબમાં કહ્યું છે કે જસપ્રિત બુમરાને હજુ પણ નીચે નમવામાં મુશ્કેલી પડી રહી છે. ગંભીર ઇજાને કારણે આ બધી મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીના વિવાદને લઈને પણ તેણે મોટું નિવેદન આપ્યું છે. વધુમાં વિરાટ કોહલીને ટીમ ઇન્ડિયાના કેપ્ટનમાંથી કેમ હટાવવામાં આવ્યો છે તેને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે.