ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં ઉમરાન મલિક સહિત આ 3 યુવા ખેલાડીઓની ટીમમાં થઈ એન્ટ્રી…

આવનારા દિવસોમાં ભારત ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈ રહ્યું છે જેને લઇને હાલ સમગ્ર ટીમની જાહેરાત કરવામાં આવી છે. 18 નવેમ્બર થી 22 નવેમ્બરની વચ્ચે ત્રણ મેચની ટી ટ્વેન્ટી મેચ રમવા માટે તૈયાર થઈ રહી છે તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની 16 ખેલાડીઓની ટીમની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે આ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર હાર્દિક પંડ્યાને કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે.

ટી-20 વર્લ્ડ કપ પછી ભારતની ન્યુઝીલેન્ડ સામે 3 મેચોની ટી-20 સિરીઝ શરૂ થવા જઈ રહી છે. સમગ્ર ટીમ કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતવા માટે પૂરેપૂરી દાવેદાર હતી પરંતુ ઇંગ્લેન્ડ સામેની સેમી ફાઇનલ મેચમાં 10 વિકેટથી શરમજનક હાર મેળવી હતી. જેને કારણે t20 વર્લ્ડ કપની આ સફર માંથી ભારત બહાર ફેકાયું છે અને હવે સ્ટાફ સાથે સમગ્ર ટીમ ભારત પરત આવવા ફરી રહી છે.

બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ 16 ખેલાડીઓના લિસ્ટમાં ઘણા નવા યુવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેર કરેલ લિસ્ટમાં આ ત્રણ યુવા ઘાતક ખેલાડીઓને પણ પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું છે. હાર્દિક પંડ્યા ઘણા સમય પછી ફરી એક વખત ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રણ મેચોની સિરીઝમાં કપ્તાની કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા કેપ્ટન બનતાની સાથે જ આ ત્રણ યુવા સ્ટાર ખેલાડીઓને ટીમમાં સમાવેશ કર્યો છે.

આવતા સમયમાં આ ત્રણ યુવા વિસ્ફોટક ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન આપવામાં આવશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે તો આ સાથે જ જો આ ખેલાડીઓ સારું પ્રદર્શન કરશે તો આવનારા સમયમાં કાયમી સમય માટે ટીમમાં પોતાની એક છબી છોડી શકે છે. ટીમ ઇન્ડિયાનો સૌથી ફાસ્ટ બોલર ઇમરાન મલિક ને ન્યુઝીલેન્ડ સામેની આ સિરીઝમાં મોટી તક આપવામાં આવી છે. ઉમરાન મલિક હાલ સૌથી વધુ ગતિથી બોલિંગ કરતો એકમાત્ર ખેલાડી છે. ipl 2022 માં ઉમરાન મલિકે સૌથી સારામાં સારૂ પ્રદર્શન દેખાડ્યું છે તે સતત 150 થી વધુ ગતિએ બોલિંગ કરતો જોવા મળે છે જેથી તેને ટીમનું ભવિષ્ય સમજીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

તો આ સાથે જ ઘાતક ઓપનર બેટ્સમેન શુભમનગીલને પણ ન્યૂઝીલેન્ડ સામેની આ ટી ટ્વેન્ટી સિરીઝમાં મોટી તક આપવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી શુભમન ગિલ સારૂ એવું પ્રદર્શન કરી રહ્યો છે જેને કારણે તેને સ્થાન આપવામાં આવ્યું છે તો આ સાથે જ વધુ એક ઓલરાઉન્ડર બેટ્સમેનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વોશિંગ્ટન સુંદરને પ્રથમ વખત ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે ટીમ ઇન્ડિયામાં મોટું સ્થાન આપવામાં આવ્યું છે આ ત્રણ ખેલાડીઓ નું ભવિષ્ય ચમકી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *