IND vs SA: ટી-20 સિરીઝ માટે 16 સભ્યોની થઈ જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી પાંચ મેચોની ટી-20 સિરીઝ રમાઈ રહી હતી. આ સિરીઝ તાજેતરમાં પૂર્ણ થઈ છે. ભારતીય ટીમે આ સિરીઝમાં 4-1થી જબરદસ્ત વિજય મેળવ્યો છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની મહત્વની ટી-20 સિરીઝ રમવાની છે. આ સીરીઝ બાબતે હાલમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે.
આગામી ટી-20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ભારતીય ટીમમાં કોમ્બિનેશન બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પણ ઘણા નવા ચહેરાઓને સ્થાન મળ્યું હતું. બીજી તરફ સાઉથ આફ્રિકા સામે હાલમાં શુભમન ગીલ સહિત આ 3 ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ ધમાલ મચાવી શકે છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગીલને ફરી એક વખત ઓપનર બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ઓપનિંગ કરીને તેણે ઘણા રન બનાવ્યા છે. તેને અત્યારથી જ ભારતનું ભવિષ્ય માનવામાં આવે છે. જેથી ફરી એક વખત ઓપનર તરીકે હાલમાં તેને મહત્વની તક આપવામાં આવી છે. તેની કિસ્મત અચાનક જ ચમકી છે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી બેટિંગ અને બોલિંગ બંનેમાં મહત્વપૂર્ણ રહી ચૂક્યો છે. તે ત્રણેય ફોર્મેટમાં તબાહી મચાવવા માટે જાણીતો છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે તેને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ સાઉથ આફ્રિકા પ્રવાસ પર તેને સામેલ કરવામાં આવ્યો છે. તે પણ જીત અપાવી શકે છે.
આ બંને ખેલાડીઓ ઉપરાંત ભારતીય સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વનડે વર્લ્ડ કપમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો પરંતુ હવે આગામી ટી-20 વર્લ્ડ કપ પહેલા તેને અજમાવવામાં આવશે. આ ત્રણેય ખેલાડીઓને હાલમાં જ સ્થાન આપવામાં આવ્યું છે. બીજી તરફ કુલદીપ યાદવ અને ઘણા નવા ચહેરાવો પણ સામેલ થયા છે. આ સિરીઝ ઘણી મહત્વની રહેશે.