અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં આવી હશે 15 સભ્યોની ભારતીય ટીમ, રિંકુ-યશસ્વીની એન્ટ્રી, જાણો કોને મળશે સ્થાન…

IPL 2023ની ફાઇનલ મેચ 28 મેના રોજ રમાવાની છે. ત્યારબાદ ભારતીય ટીમ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયા સામે જૂન મહિનાની 9 તારીખે ઇંગ્લેન્ડ ખાતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવા માટે જવાની છે. આ ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. આ વનડે સિરીઝ 23 જનથી 30 જૂની વચ્ચે રમવાની શક્યતા છે. આ સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમ કંઈક આવી રહેશે.

તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવશે. અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં તેઓ રમતા જોવા મળશે નહીં. તેના સ્થાને બીજા નવા યુવા ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે. આ વનડે સિરીઝ વિશે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ચાલો તમને જણાવી દઈએ અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં કેવી રહેશે ભારતીય ટીમ.

ભારતીય ટીમની પ્રથમ બેટિંગ લાઇન વિશે વાત કરવામાં આવે તો ઓપનિંગ બેટ્સમેનો તરીકે શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને રીન્કુ સિંહને સ્થાન આપવામાં આવી શકે છે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઈશાની કિશન, સંજુ સેમસનને સામેલ કરવામાં આવી શકે છે. Ipl આ ખેલાડીઓએ ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે.

ભારતીય ટીમની બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવશે. વર્લ્ડ કપની તૈયારીઓના ભાગરૂપે તમામ ખેલાડીઓને તક આપવી જરૂરી છે. ત્યારબાદ સ્પિન બોલિંગ તરીકે યુજ્વેન્દ્ર ચહલને મોટી તક આપવામાં આવશે.

ફાસ્ટ બોલરોમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને અર્ષદીપ સિંહને સ્થાન આપવામાં આવી શકે છે. ભારતીય ટીમના આ ત્રણેય બોલરો વિરોધી ટીમને ઘૂંટણીયે બેસાડી શકે છે. આ મેચ દરમિયાન રોહિત શર્મા આરામ ઉપર હોવાને કારણે ભારતીય ટીમનો T20 ફોર્મેટનો સ્ટાર કેપ્ટન હાર્દિક પંડ્યા હવે વનડે ફોર્મેટમાં પણ કેપ્ટનશીપ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યાની કેપ્ટન શિપ હેઠળ T20 માં ભારતીય ટીમ ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *