બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે મેચ પહેલાં ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું, આ દિગ્ગજ ખેલાડી થયો ઇજાગ્રસ્ત…
અત્યાર સુધી ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર હતી. આ પ્રવાસ પર વનડે સિરીઝની કેપ્ટનશીપ શિખર થવાને સોંપવામાં આવી હતી. પરંતુ આ સમગ્ર સીરીઝમાં ટીમ ઇન્ડિયા નિષ્ફળ રહી હતી. ત્યારબાદ હવે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર પહોંચી ગઈ છે. જ્યાં 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝમાં રમવાની છે અને ત્યારબાદ 14 ડિસેમ્બર થી બે મેચોની ટેસ્ટ શ્રેણી યોજાવવાની છે.
બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ માટે કેપ્ટનની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. ફરી એકવાર વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા કેપ્ટનશીપ કરતો નજરે પડશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર વનડે સિરીઝમાં ભારતની નિષ્ફળતા બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. આ વનડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓ જેવા કે કે એલ રાહુલ, કોહલી અને રોહિતની વાપસી કરાવવામાં આવી છે. આ ઉપરાંત ઘણા નવા યુવા ખેલાડીઓને પણ ટીમમાં મોટી તક આપવામાં આવી છે.
પરંતુ પ્રથમ વનડે મેચના એક દિવસ પહેલા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું છે. આ ખેલાડી અચાનક ઇજાગ્રસ્ત થયો છે. ટીમ ઇન્ડિયા વનડે વર્લ્ડ કપ 2023 ને લઈને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના કારણે આ વનડે સિરીઝમાં તમામ દિગ્ગજ ખેલાડીઓને મોટું સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ હાલ ટીમ ઇન્ડિયા માટે મેચના એક દિવસ પહેલા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
ટીમ ઇન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મેચના એક દિવસ પહેલા ઇજાગ્રસ્ત થયો છે. તમને જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડે મેચમાં ઇજાઓને કારણે આરામ ઉપર જોવા મળ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી મેચમાં બેટિંગ સમયે પીઠના સ્નાયુઓમાં ગંભીર ઇંજાવો પહોંચી છે. રિષભ પંત આ મેચમાં આઉટ થયા બાદ ડ્રેસિંગ રૂમમાં પીઠ પર મસાજ કરતો નજરે પડ્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર ઇજાઓને કારણે બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે મેચમાંથી રિષભ પંત બહાર થઈ શકે છે. આગામી સમયમાં આ સમગ્ર મામલે ઓફિશ્યલી જાણકારી bcci જાહેર કરી શકે છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ રિષભ પંથની લાંબી સારવાર ચાલી રહી છે. ટીમ ઇન્ડિયા માટે હાલ આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય.