બીજી વનડે મેચમાં આવી કંઇક રહેશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની શરૂઆત 10 જાન્યુઆરીથી થઈ છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે 67 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. આ મેચ બાદ બીજી વન-ડે મેચ આવતીકાલે કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમવાની છે. પ્રથમ મેચમાં ભવ્ય વિજય મેળવવા છતાં બીજી વન-ડે મેચમાં ઘણા બદલાવો થઈ શકે છે. હાલ ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે.
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા હાલ સારુ પ્રદર્શન બતાવી રહી છે. પરંતુ બીજી વન-ડે મેચમાં રોહિત શર્મા ઘણા બદલાવો કરી શકે છે. મેચના એક દિવસ પહેલા રોહિત શર્માએ ઘણા સંકેતો આપ્યા છે. આગામી વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયાએ તેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. જેને કારણે ટીમમાં હાલ ઘણા ખેલાડીઓને સેટ કરવામાં આવી રહ્યા છે. ચાલો જાણીએ બીજી વન-ડે મેચમાં કેવી રહેશે ભારતીય ટીમની પ્લેઇંગ 11.
પ્રથમ ટીમ ઇન્ડિયાની ઓપનિંગ જોડી પર નજર કરીએ તો કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ ઓપનિંગ કરતા જોવા મળશે. તેણે પ્રથમ મેચ દરમિયાન ખૂબ જ સારું પ્રદર્શન બતાવ્યું હતું. હાલમાં તેના પર કોઈ બદલાવ કરવામાં આવશે નહીં. ત્યારબાદ ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નંબર 3 પર સેટ છે. જેને કારણે તે નંબર ત્રણ પર જ બેટિંગ કરતો જોવા મળશે.
ટીમ ઇન્ડિયાના મેડલ ઓર્ડર વિશે વાત કરીએ તો નંબર 4 પર શ્રેયસ ઐયર બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ ઓલ રાઉન્ડર તરીકે નંબર 5 પર KL રાહુલ મેદાને ઉતરશે. આ ઉપરાંત સ્ટાર ઓલ રાઉન્ડર અને ટીમ ઇન્ડિયાનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા નંબર 6 પર બેટિંગ કરતો જોવા મળશે. પ્રથમ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાનો ઓલ રાઉન્ડર અક્ષર પટેલ કંઈ ખાસ પ્રદર્શન બતાવી શક્યો નથી જેને કારણે તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને નંબર 7 પર બદલાવ સાથે ઉતરવામાં આવશે.
ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈન વિશે વાત કરીએ તો સ્પીન બોલિંગ તરીકે યુઝવેન્દ્ર ચહલને બહાર કરીને તેના સ્થાને કુલદીપ યાદવને બીજી વન-ડે મેચમાં મોટું સ્થાન આપવામાં આવશે. ત્યારબાદ આ મેચમાં ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, અને ઉમેરાન મલિકને તેના સ્થાન પર સ્થિર કરવામાં આવ્યા છે. શ્રીલંકા સામે ટીમ ઇન્ડિયા આ મજબૂત પ્લેઇંગ 11 સાથે ઉતશે.