શ્રીલંકા સામેની પ્રથમ T-20 મેચમાં આવી કંઇક રહેશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, જાણો હાર્દિક કોને આપશે સ્થાન અને કોનું પત્તું કપાશે…
ટીમ ઇન્ડિયા ઘર આંગણે 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે ત્રણ મેચોની T20 સિરીઝ રમવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ આવતી કાલે વાનખેડે સ્ટેડિયમ મુંબઈ ખાતે રમવા જઈ રહી છે. જેમાં હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયાને મજબૂત બનાવવા માટે આ ઘાતક 11 ખેલાડીઓ સાથે મેદાને ઉતરી શકે છે. તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા શ્રીલંકા સામેની આ 3 મેચોની T20 સિરીઝ માટે 16 સભ્યોની ભારતીય ટીમની મોટી જાહેરાત કરી હતી.
શ્રીલંકા સામેની આ ટી 20 સિરીઝમાં હાર્દિક પંડ્યાને ટીમ ઇન્ડિયાના કેપ્ટનની કમાન સોંપવામાં આવી છે. તો આ સાથે જ સૂર્યકૂમાર યાદવને સૌપ્રથમ વખત વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. કેપ્ટન બનતા જ હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયામાં ઘણા બદલાવો કરી શકે છે. ઘણા સિનિયર ખેલાડીઓ આ ટી 20 સિરીઝ માંથી આરામ ઉપર છે. તો ઘણા નવા યુવા ખેલાડીઓ ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન બનાવવા માટે જબરદસ્ત પ્રયત્ન કરતા નજરે પડી શકે છે.
શ્રીલંકા સામેની પ્રથમ ટી 20 મેચમાં સંભવિત પ્લેઇંગ 11 પર એક નજર કરીએ તો પ્રથમ ઓપનિંગ જોડી તરીકે ભારતીય સ્ટાર બેટ્સમેન ઈશાન નિશાન અને ઋતુરાજ ગાયકવાડ ટીમ ઇન્ડિયાની બેટિંગની શરૂઆત કરતા જોવા મળશે. આ બંને સ્ટાર ખેલાડીઓ છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન બતાવી રહ્યા છે. ત્યારબાદ નંબર 3 પર ટીમ ઇન્ડિયાનો ઘાતક બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ બેટિંગ કરતો નજરે પડશે. તેને બેટિંગની સાથે વાઇસ કેપ્ટનની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ટીમ ઇન્ડિયાના મીડલ ઓર્ડર પર એક નજર કરીએ તો ટીમ ઇન્ડિયા નો કેપ્ટન હાર્દિક પંડ્યા નંબર 4 પર ઓલ રાઉન્ડર તરીકે બેટિંગમાં ધૂમ મચાવતો જોવા મળશે. ત્યારબાદ નંબર 5 પર સંજુ સેમસનને મોટી તક આપવામાં આવી શકે છે. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠી પ્રથમ મેચમાં ડેબ્યૂ કરી શકે છે અને તેને નંબર 6 પર હાર્દિક પંડ્યા ઉતારી શકે છે. ત્યારબાદ નંબર 7 પર ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન વોશિંગ્ટન સુંદર બેટિંગ કરતો જોવા મળશે.
આ ઉપરાંત ટીમ ઈન્ડિયાની બોલિંગ પર એક નજર મારીએ તો સ્પીન બોલિંગ તરીકે યુઝવેન્દ્ર ચહલ પ્રથમ મેચમાં જ ધડાકો કરી શકે છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર તરીકે અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મુકેશકુમારને મોટી તક આપવામાં આવી શકે છે. આ ત્રણેય ખેલાડીઓને મુખ્ય બોલરો તરીકે હાર્દિક પંડ્યા મેદાને ઉતારી શકે છે. આ તમામ ખેલાડી પર બેટિંગની સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે.