બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 હશે કઈંક આવી, પંત-ચહલની છુટ્ટી, જાણો કોને મળશે સ્થાન અને કોનું પત્તુ કપાશે…

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થઈ છે. જેની પ્રથમ મેચ ઓકલેન્ડના ઇડન પાર્ક સ્ટેડિયમ ખાતે 25 નવેમ્બરના રોજ રમાઈ હતી. જેમા ન્યૂઝીલેન્ડએ ભારતને સાત વિકેટે હરાવીને આખી સિરીઝમાં 1-0ની મોટી લીડ મેળવી હતી. આ સિરીઝની પ્રથમ મેચમાં જ ટીમ ઇન્ડિયાને કારમી હાર મળી હતી. આ સીરીઝ પર વિજય મેળવવા માટે આગામી બંને મેચો ટીમ ઇન્ડિયાને જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

આ સિરીઝની પ્રથમ મેચ વિશે વિગતવાર વાત કરીએ તો સૌ પ્રથમ કેન વિલિયમ્સને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ બેટિંગ કરીને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 306 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ સમગ્ર બેટિંગ લાઇન દરમિયાન બેટ્સમેનોએ ખૂબ જ સારું પ્રદર્શન દેખાડ્યું હતું. તો ફરી એકવાર રિષભ પંત સંપૂર્ણ રીતે ક્લોપ સાબિત થયો હતો. ફક્ત 13 રન બનાવીને આઉટ થયો હતો.

આ મેચ દરમિયાન બોલેરો પણ નિષ્ફળ સાબિત થયા હતા. જેને કારણે ટીમ ઇન્ડિયાને પ્રથમ મેચમાં જ કારમી હાર મળી હતી. જેથી આગામી મેચો જીતવા માટે ટીમ ઇન્ડિયામાં ઘણા મોટા બદલાવો કરવાની જરૂર ઊભી થઈ છે. તમને જણાવી દઈએ કે આગામી બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11 કંઈક આવી રહી શકે છે. બીજી મેચમાં શિખર ધવન કોને આપશે સ્થાન અને કોનું પત્તુ કાપશે ચાલો જાણીએ.

પ્રથમ બેટિંગ લાઇન વિશે વાત કરીએ તો શિખર ધવન અને શુભમન ગીલ ઓપનિંગ બેટ્સમેન તરીકે સેટ છે. બંને ખેલાડીઓએ પ્રથમ મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન દેખાડ્યું હતું. જેથી આ જોડીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે અને ત્યારબાદ નંબર 3 પર ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન શ્રેયસ આયરને આ સ્થાન ઉપર સ્થિર રાખવામાં આવશે. તેણે પણ પ્રથમ મેચમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. ત્યારબાદ નંબર 4 પર સૂર્યકુમાર યાદવ બેટિંગ કરશે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે સંજુ સેમસન નંબર 5 પર બેટિંગ કરવા માટે આવશે.

પ્રથમ મેચમાં રિષભ પંથ સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો હતો. જેને કારણે તેને હટાવીને તેના સ્થાને નંબર 6 પર દીપક હુડ્ડાને મોટી તક આપવામાં આવશે. વધુમાં ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે નંબર 7 પર વોશિંગ્ટન સુંદર બેટિંગ કરતો નજરે પડશે. ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઈનમાં યુજવેન્દ્ર ચહલને દૂર કરીને તેના સ્થાને કુલદીપ યાદવને મોટું સ્થાન આપવામાં આવશે. પ્રથમ મેચમાં યુજવેન્દ્ર ચહલ 10 ઓવર ફેકીને 67 રન આપ્યા હતા. જેને કારણે તેને આગામી મેચમાં સ્થાન મળશે નહીં. ત્યારબાદ ફાસ્ટ બોલરો તરીકે અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક નજરે પડશે. વધુમાં શાર્દુલ ઠાકોરને બહાર કરીને તેના સ્થાને દિપક ચાહરને મોટું સ્થાન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *