વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 હશે કઈંક આવી, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું….
ટી 20 વર્લ્ડ કપ તાજેતરમાં જ પૂર્ણ થયો છે. ત્યારબાદ સમગ્ર ટીમ દ્વિપક્ષીય દેશો વચ્ચે ટી ટ્વેન્ટી અને વન-ડે સિરીઝ રમી રહી છે. આ બધાની વચ્ચે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે 2023માં વનડે વર્લ્ડ કપ યોજાવાનો છે. જેની તૈયારીઓ હાલ શરૂ થઈ ગઈ છે. આ વન-ડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનની મોટી જાહેરાત કરવામાં આવી છે. વનડે વર્લ્ડ કપ 2023નું સુંદર આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા માટે આ એક સારા સમાચાર ગણી શકાય.
પોતાના ઘર આંગણે વનડે વર્લ્ડ કપ રમીને ભારતને જીતવાની મોટી તક મળી છે. આ વન-ડે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વન-ડે વર્લ્ડ કપ 2023 રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ રમાશે. T-20 વર્લ્ડ કપમાં હાર બાદ રોહિત શર્મા ઘણા બદલવો સાથે વન-ડે વર્લ્ડ કપમાં પોતાની ઘાતક પ્લેઇંગ 11 સાથે મેદાને ઉતરશે. આ વનડે વર્લ્ડ કપની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઘણા નવા યુવા ખેલાડીઓને પણ મોટી તક આપવામાં આવી શકે છે. ચાલો જાણીએ આ વન ડે વર્લ્ડ કપમાં કોને મળ્યું સ્થાન અને કોનું કપાયું પત્તું.
વન ડે વર્લ્ડ કપ 2023માં પ્રથમ ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો ઓપનર બેટ્સમેન તરીકે રોહિત શર્મા અને કે એલ રાહુલ પ્રથમ ઇનિંગ્સનો શુભ આરંભ કરશે. રોહિત અને રાહુલને હાલ આરામ આપવામાં આવ્યો છે. આગામી સમયમાં ફરી ટીમમાં રમતા જોવા મળશે. ત્યારબાદ નંબર 3 પર બેટિંગ કરવા માટે વિરાટ કોહલી જોવા મળશે. વિરાટ કોહલી વન-ડે ફોર્મેટનો બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે.
આ ઉપરાંત નંબર 4 પર બેટિંગ કરવા માટે ટીમ ઇન્ડિયાનો ઘાતક બેટ્સમેન સૂર્યકૂમાર યાદવ જોવા મળશે. ત્યારબાદ વિકેટકીપર બેટ્સમેન તરીકે રિષભ પંતને ફરી એક વાર નંબર 5 પર મોટું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઓલરાઉન્ડર બેટ્સમેન તરીકે હાર્દિક પંડ્યા નંબર 6 પર અને રવિન્દ્ર જાડેજા નંબર 7 પર રમતા જોવા મળશે. હાર્દિક અને જાડેજાની આ જોડી બેટિંગ અને બોલિંગ લાઈનમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડી શકે છે.
ત્યારબાદ ટીમ ઇન્ડિયાની બોલિંગ લાઇન વિશે વિગતવાર વાત કરીએ તો સ્પીન બોલર તરીકે કુલદીપ યાદવને મોટી તક આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ફાસ્ટ બોલરો તરીકે જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને દિપક ચહરને મોટું સ્થાન મળી શકે છે. આ ત્રણેય ઘાતક બોલરોથી વિરોધી ટીમોના બેટ્સમેનોમાં ભયનો માહોલ છવાયેલો છે. ટીમ ઇન્ડિયા આ મજબૂત 11 ખેલાડીઓ સાથે વન ડે વર્લ્ડ કપમાં ધમાલ મચાવતી જોવા મળશે. T20 વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઇન્ડિયામાં ખૂબ જ મોટા બદલાવો અને આકાર નિર્ણય લઈ શકાય તેમ છે.