સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈંડિયાની મોટી જાહેરાત, હાર્દિક-ભુવીનું પત્તું કાપીને આ સ્ટાર ખેલાડીઓને આપવામાં આવ્યું સ્થાન..
T20 વર્લ્ડ કપ હવે ખૂબ જ નજીક આવી ગયો છે. વર્ષ 2022ના વર્લ્ડ કપનું મોટું આયોજન આઈસીસી દ્વારા ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા ખાતે થવાની છે અને ત્યારબાદ આ કપની ફાઇનલ મેચ 13 નવેમ્બરના રોજ યોજાશે. તમામ ટીમો દ્વારા વર્લ્ડ કપની પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ભારતે પણ વર્લ્ડ કપ જીતવા માટે કોઈ કસર છોડી નથી.
હાલ ઓસ્ટ્રેલિયા સામે ભારતની T20 સિરીઝ ચાલી રહી છે અને ત્યારબાદ આ મેચો પૂર્ણ થતા ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ મેચની T20 સિરીઝ રમવાની છે તેની ભારતમાં 28 સપ્ટેમ્બરથી રમવાની છે. આવી રહેલ ટી 20 વર્લ્ડકપની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ ત્રણ મેચની સીરીઝ બંને ટીમો માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. સાઉથ આફ્રિકા સામેની આ ટી 20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત હાલ BCCI દ્વારા કરી દેવામાં આવે છે.
જાહેર કરવામાં આવેલ ટીમમાં આપણે જાણીએ કોને મળ્યું સ્થાન અને કોને ટીમની બહાર કરવામાં આવ્યા. આ સમગ્ર સીરીઝમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટનની મોટી જવાબદારી રોહિત શર્માના ખંભા ઉપર સોંપવામાં આવી છે. તો આ સાથે જ કે એલ રાહુલને વાઇસ કેપ્ટન તરીકેનું પદ આપવામાં આવ્યું છે. આ સિરીઝમાં ભારતીય ટીમમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે જેમાં સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુનેશ્વર કુમારના પત્તા કાપવામાં આવ્યા છે. આ બંનેને આ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
બીસીસીઆઈ દ્વારા કરવામાં આવેલ ટીમ પસંદગીમાં બીજા ઘણા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે તો આ સાથે જ બોલરોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. તમને વિગતવાર નામ સાથે જણાવી દઈએ કે કોને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ-કીપર), દિનેશ કાર્તિક (વિકેટ-કીપર), રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રિત બુમરાહ.