વનડે સિરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, મોહમ્મદ શમી થયો ગંભીર ઇજાગ્રસ્ત, જાણો સમગ્ર અહેવાલ…
ટીમ ઇન્ડિયા હાલ સમગ્ર સ્ટાફ સાથે બાંગ્લાદેશ પ્રવાસ પર છે. જ્યાં આવતી કાલથી વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ મેચોની વનડે સિરીઝ અને બે મેચોની ટેસ્ટ શ્રેણી યોજાવવાની છે. 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે. ત્યારબાદ 14 થી 26 ડિસેમ્બરની વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. પરંતુ તે પહેલા એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતીકાલે રવિવારે ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ ઢાકાના શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે. ત્યારબાદ બીજી વન-ડે મેચ ઢાંકામાં 7 ડિસેમ્બરના રોજ રમાશે. અને ત્યારબાદ આ શ્રેણીની અંતિમ અને છેલ્લી નિર્ણાયક મેચ 10 ડિસેમ્બરના રોજ ચટગાવ સ્ટેડિયમમાં રમવાની છે. પરંતુ પ્રથમ વન-ડે મેચ પહેલા ટીમ ઇન્ડિયાનો મેચ વિનર બોલર મોહમ્મદ શમી ગંભીર ઇજાગ્રસ્ત થયો છે.
બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ શરૂ થતા પહેલા ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી અને મેચવિનર બોલર મોહમ્મદ શમી ગંભીર ઇજાગ્રસ્ત થયો છે આ સમગ્ર જાણકારી પીટીઆઈ અનુસાર જાણવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા માટે આ એક ખરાબ સમાચાર ગણી શકાય. પીટીઆઈના રિપોર્ટ અનુસાર એવો અહેવાલ પણ મળી રહ્યો છે કે મોહમ્મદ શમી ગંભીર ઇજાઓને કારણે આ સમગ્ર વનડે સિરીઝમાંથી બહાર થયો છે.
મોહમ્મદ શમી પ્રેક્ટિસ શેસન દરમિયાન તેના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. પીઠ પરથી કેટલાક સ્નાયુઓ ખેંચાયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના વિશે બીસીસીઆઈ દ્વારા ઓફિશ્યલી જાહેરાત થોડા સમય બાદ કરવામાં આવી શકે છે. મોહમ્મદ શમી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ સારું પ્રદર્શન બતાવી રહ્યો હતો. તેને ઘણો સારો અનુભવ પણ છે.
હાથ પર ગંભીર ઇજાઓને કારણે સમગ્ર સીરીઝમાંથી બહાર થયો છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાને ટકી રહેવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે તો આ સાથે જ રોહિત શર્માના ટેન્શનમાં પણ વધારો જોવા મળ્યો છે. હવે મોહમ્મદ શમીના સ્થાને ક્યાં ખેલાડીને સ્થાન આપવું તે પણ પ્રશ્નો ઉભો થયો છે. ટીમ ઇન્ડિયા માટે આ એક ખૂબ જ ખરાબ સમાચાર ગણી શકાય.