ટીમ ઇન્ડિયા આ ઘાતક ટીમને પાછળ છોડી તમામ ફોર્મેટમાં બની નંબર-1, ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર થયું આ કારનામું…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ 4 મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. આ સિરીઝની પ્રથમ મેચ નાગપુર ખાતે 13 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક દાવ અને 132 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારતને પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મળતાની સાથે જ સમગ્ર સિરીઝની ઓસ્ટ્રેલિયા સામે 1-0 થી મોટી લીડ બનાવી છે.

ત્યારબાદ હવે આ સિરીઝની બીજી મેચ 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમવાની છે. પરંતુ આ મેચ શરૂ થાય તે પહેલા ભારતીય ટીમ માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. આજે ICC દ્વારા વિશ્વની તમામ ટીમો માટે ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતીય ટીમએ ઓસ્ટ્રેલિયન ટીમને પાછળ છોડીને ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ભારતીય ટીમ ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવતાની સાથે જ હવે ટીમ ઇન્ડિયા ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ છે. અગાઉ જાહેર કરેલ આઈસીસી રેન્કિંગમાં ઓડીઆઇ અને ટી 20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારતની ટીમ પહેલા નંબરે હતી. પરંતુ ટેસ્ટમાં પણ હવે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ભારતીય ટીમ અને ટીમ ઇન્ડિયાના ચાહકો માટે આ એક ખૂબ જ સારા સમાચાર ગણી શકાય છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે. જ્યારે રાષ્ટ્રીય ટીમ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર 1 બની હોય. ભારતીય ટીમ અને ચાહકો માટે આ એક ગર્વ લઈ શકાય તેવી બાબત ગણી શકાય છે. પ્રથમ ટેસ્ટ મેચ પૂર્ણ થયા બાદ ICC એ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયન જેવી ઘાતક ટીમને હરાવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમનું રેટિંગ 115 પોઇન્ટ છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમનું રેટિંગ 111 પોઈન્ટ છે.

વધુમાં ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડની ટીમ 106 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાન ઉપર છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 100 પોઇન્ટ સાથે ચોથા ક્રમે ઉપર અને દક્ષિણ આફ્રિકાની ટીમ 85 પોઇન્ટ સાથે પાંચમા સ્થાન ઉપર છે. જ્યારે ODI ટીમ રેન્કિંગની વાત કરીએ તો ભારત 114 રેટિંગ પોઇન્ટ સાથે ટોપ ઉપર છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ 112 રેટિંગ પોઇન્ટ સાથે બીજા સ્થાન ઉપર છે.ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ બંને 111 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા અને ચોથા સ્થાન ઉપર છે. જ્યારે પાકિસ્તાનની ટીમ ODI ફોર્મેટમાં 106 રેટિંગ સાથે પાંચમા સ્થાન ઉપર સ્થિર છે.

ટી 20 ઇન્ટરનેશનલ રેન્કિંગની વાત કરીએ તો ભારતીય ટીમ 267 રેટિંગ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમ ઉપર છે. જ્યારે T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇંગ્લેન્ડ માત્ર એક રેટિંગ પોઇન્ટ પાછળ છે. ઇંગ્લેન્ડ 266 રેટિંગ પોઈન્ટ સાથે બીજા ક્રમ ઉપર છે. પાકિસ્તાનની ટીમ ટી 20 ફોર્મેટમાં 258 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન ઉપર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ 256 રેટિંગ પોઇન્ટ સાથે ચોથા ક્રમ ઉપર અને ન્યૂઝીલેન્ડની ટીમ 252 રેટિંગ પોઇન્ટ સાથે પાંચમા સ્થાન ઉપર સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *