સુર્યકુમાર યાદવની મોટી ભૂલના કારણે વોશિંગ્ટન સુંદર થયો રન આઉટ, ભૂલ સ્વીકારવાને બદલે સૂર્યાએ કર્યું એવું કે – જુઓ વિડિયો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં જ બીજી ટી-ટ્વેન્ટી મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે રવિવારે એટલે કે 29 જાન્યુઆરીના રોજ રમાઇ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે છ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ વિજય મેળવતાની સાથે જ ભારતે ન્યૂઝીલેન્ડ સામે 1-1 ની બરાબરી કરી છે. આ સિરીઝની છેલ્લી ત્રીજી નિર્ણાયક મેચ રમવા માટે બંને ટીમો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 1 ફેબ્રુઆરીના રોજ ટકરા છે.
ન્યૂઝીલેન્ડ સામેની આ બીજી ટી 20 મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે મેચ જીતવા ઘણો સંઘર્ષ જોવા મળ્યો હતો. આ મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ન્યૂઝીલેન્ડના કેપ્ટને ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યો હતું. ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટના નુકસાન પર 99 રનનો નાનો સ્કોર બનાવી શકી હતી. ત્યારબાદ ભારતીય ટીમ નાના સ્કોરને પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી.
ઇનિંગ્સની શરૂઆતમાં ટીમ ઇન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. પરંતુ શરૂઆતમાં ચાર વિકેટો પડી ગઈ હતી. આ મેચ દરમિયાન ભારતે 19.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 101 રન બનાવ્યા હતા. આ મેચ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડ સામે આ સમગ્ર સિરીઝમાં 1-1થી બરાબરી કરી છે. આ મેચ દરમિયાન કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન વોશિંગ્ટન સુંદરને નંબર પાંચ પર બેટિંગ કરવા માટે મોકલ્યો હતો.
તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદરે ન્યૂઝીલેન્ડ સામેની આ સિરીઝની પ્રથમ મેચમાં 28 બોલમાં 50 રનની મોટી જબરદસ્ત બેટિંગ દેખાડી હતી. જેના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેને નંબર પાંચ પર મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન પીચ ઉપર સામે સૂર્યકૂમાર યાદવ બેટિંગ કરી રહ્યો હતો. સૂર્યકુમાર યાદવની એક મોટી ભૂલના કારણે વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના વિશે તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવએ ગ્લેન ફિલીપ્સના બોલ પર રિવર્સ શોર્ટ કર્યો હતો. સુર્યો જોયા વગર જ ક્રીઝ પર રન ભાગવા લાગ્યો હતો. ત્યારે વોશિંગ્ટન સુંદરે તેને રન દોડવાની મનાઈ કરી હતી પરંતુ સૂર્યકૂમાર યાદવ વિકેટથી ઘણો આગળ નીકળી ગયો હતો. આવી સ્થિતિમાં વોશિંગ્ટન સુંદરે પોતાને આઉટ કરવાનું વિચાર્યું હતું. વોશિંગ્ટન સુંદર પેવેલિય પરત જઈ રહ્યો હતો ત્યારે ભૂલ સ્વીકારવાને બદલે સૂર્યાએ તેને ઠપકો આપતો જોવા મળ્યો હતો. અહીં જુઓ વિડિયો