સૂર્યકુમાર યાદવે સ્લોગ સ્વીપથી 360 ડિગ્રીએ તોફાની સિક્સ ફટકારી મચાવી તબાહી…-જુઓ વિડિયો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ ત્રણ મેચોની ટી 20 સિરીઝની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. ભારતે આ જીત મેળવતાની સાથે જ સમગ્ર સિરીઝમાં 2-1 થી મોટી જીત મેળવી હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા ખૂબ જ જોરદાર ફોર્મમાં જોવા મળી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ત્યારબાદ ભારતે બેટિંગ કરીને ચાર વિકેટ ગુમાવી 234 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. આ સ્કોર ઉભો કરવા માટે ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગીલનો મોટો ભાગ રહેલો છે.
ગિલે આ મેચ દરમિયાન 63 બોલમાં 126 રનની મોટી ઇનિંગ્સ રમી હતી. વધુમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રાહુલ ત્રિપાઠીએ 44 રન અને સૂર્યકૂમાર યાદવે શાનદાર ઝડપી 24 રન ફટકાર્યા હતા. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ ક્રિજ ઉપર આવતા ની સાથે જ તેનું બેટ બોલવા લાગ્યું હતું અને ધડા ધડ બે મોટી સિક્સ અને એક શાનદાર ફોર ફટકારી હતી.
બે સિક્સમાં એક સીક્સ સૂર્યકૂમાર યાદવે સ્લોગ સ્વીપથી 360 ડિગ્રીએ ફટકારી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવે ત્રીજી ટી20માં ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ જ્યારે બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી ત્યારે સુર્યાએ જોરદાર ફિલ્ડિંગ કરીને તમામ લોકોને ચોંકાવી મૂક્યા હતા. સૂર્યકુમાર યાદવે આ મેચ દરમિયાન બેક ટુ બેક બે જોરદાર કેચ પણ પકડ્યા હતા.
સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન બતાવી રહ્યો છે. સૂર્યકુમાર યાદવને લાંબી રેસનો ઘોડો પણ માનવામાં આવે છે. હાલ ત્રીજી મેચમાં ફટકારેલ જોરદાર સિક્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. આ વિડીયો બીસીસીઆઇ અને સ્ટાર સ્પોર્ટ ચેનલ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. જુઓ આ શાનદાર સિક્સનો વિડીયો…