સૂર્યકુમાર યાદવ વરસાદમાં ગ્રાઉન્ડના સ્ટાફ સાથે મેદાનમાં કામ કરતો નજરે પડ્યો, તેને જોઈને ચાહકો થયા દીવાના..-જુઓ વિડિયો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે. જેની બીજી મેચ આજે હેમિલ્ટનમાં રમાય હતી. પરંતુ આ મેચ વરસાદને કારણે બે વાર ફંગોળાઇને છેલ્લે આ મેચને રદ કરવામાં આવી હતી. આ મેચની વિગતવાર વાત કરીએ તો સૌપ્રથમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ શિખર ધવનની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ મેચ શરૂ થતાં પહેલા વરસાદ વિલન રૂપ બન્યો છે.

બેટિંગ શરૂ થતાં 4.5 ઓવરમાં વરસાદ આવતા પ્રથમ વખત મેચને ઊભી રાખી હતી. પરંતુ ત્યાર બાદ ફરી રાબેતા મુજબ મેચ શરૂ થઈ હતી. ટીમ ઇન્ડિયા તરફથી પ્રથમ શિખર ધવન અને શુભમન ગીલ ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. વરસાદને કારણે મેચ બે કલાક સુધી બંધ રહી હતી આ સમયગાળા દરમિયાન ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. સૂર્યકુમાર યાદવે મેચ રમ્યા વિના જ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે સૂર્યકુમાર યાદવ ગ્રાઉન્ડમેન સાથે વાત કરીને પોતાના સ્વભાવથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ જોઈને ચાહકો પણ બેકાબુ બન્યા હતા. વરસાદમાં મેદાન અને પીચને ઢાંકવા માટે કામ કરતા કામદારો સાથે સૂર્યકુમાર યાદવ પણ કામ કરતો નજરે પડ્યો હતો. વરસાદ દરમિયાન આ કામદારો ખૂબ જ સખત મહેનત કરી રહ્યા હતા. આ જોઈને સૂર્યકુમાર યાદવ પણ તેને મદદ કરવા માટે ગ્રાઉન્ડમાં ઊતર્યો હતો.

સૂર્ય કુમાર યાદવનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે ગ્રાઉન્ડ મેનની કારમાં સવાર થઈને સૂર્યકુમાર યાદવ સમગ્ર ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને તેને મદદ કરી રહ્યો હતો. વધુમાં ગ્રાઉન્ડમેન સાથે વાતચીત કરીને તે કરી રહેલા કામને સમજવાની કોશિશ અને બીજી ઘણી વાતો કરીને તેનો ખૂબ જ સપોર્ટ કર્યો હતો. સૂર્યકુમાર યાદવે આ ગ્રાઉન્ડ મેને તેના કામને સલામ કરી હતી. સુર્યાનો આ વિડિયો ન્યુઝીલેન્ડના ક્રિકેટ બોર્ડના સત્તાવાર એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવની આ દિલદારી જોઈને ચાહકો પણ દીવાના બન્યા છે. જુઓ આ વિડીયો..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *