સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રન ફટકારી 3 મોટા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો, આવું કરનાર વિશ્વીનો પ્રથમ બેટ્સમેન બન્યો જાણો….
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની T20 સિરીઝ ગઈકાલે પૂર્ણ થઈ છે. આ સિરીઝની ત્રીજી નિર્ણાયક મેચ 7 જાન્યુઆરીના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે આ મેચમાં 91 રને ભવ્ય જીત મેળવીને સમગ્ર સીરીઝમાં શાનદાર વિજય મેળવ્યો છે. હાર્દિક પંડયાની કેપ્ટનશીપ હેઠળ આ સમગ્ર સીરીઝમાં મોટી સફળતા મળી છે.
આ સિરીઝની ત્રીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવીને 228 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. શ્રીલંકા સામે ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈશાન કિશન ફક્ત એક રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ આ મેચમાં સૂર્યકુમાર યાદવે ખૂબ જ ઘાતક બેટિંગ કરી બતાવી હતી.
સૂર્યકુમાર યાદવે આ મેચ દરમિયાન 51 બોલમાં ઝડપી 112 રન કર્યા હતા. જેમાં 7 ફોર અને 9 મોટી સિક્સરનો સમાવેશ થાય છે. આ મેચ દરમ્યાન ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે તોફાની ઇનિંગ રમી હતી. જેને કારણે તેણે ત્રણ મોટા વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સૂર્યકુમાર યાદવે પોતાના ટી20 કરિયરમાં આ ત્રીજી સદી ફટકારી છે.
તમને જણાવી દઈએ કે સૂર્ય કુમાર યાદવે ત્રણેય સદી ઓપનિંગ બેટિંગ દરમિયાન બનાવી છે. ટી 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આવું કારનામુ કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. સૂર્યકુમાર એકમાત્ર એવો ખેલાડી છે જેણે 4 નંબર પર બેટિંગ કરીને 3 ટી 20 સદી ફટકારી છે. આ સમગ્ર મામલે ઓસ્ટ્રેલિયાના ગ્લેન્ડ મેક્સવેલ, દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલર સહિત છ ખેલાડીઓને પાછળ છોડીને નંબર વન ખેલાડી બની ગયો છે.
ત્યારબાદ બીજા વર્લ્ડ રેકોર્ડમાં સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામે ફક્ત 45 બોલમાં સદી ફટકારી છે. જેના કારણે ભારત માટે ટી20 ક્રિકેટમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ રેકોર્ડમાં રોહિત શર્મા નંબર વન પર હાજર છે. તેણે 35 બોલમાં ઝડપી સદી ફટકારી છે. ત્યારબાદ સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ સૂર્યકુમાર યાદવ નંબર બે પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી રોહિત શર્મા 4 સદી સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સૂર્ય કુમાર યાદવ 3 સદી સાથે બીજા નંબર પર પહોંચી ગયો છે.
આ રેકોર્ડ બાદ સૂર્યકુમાર યાદવ T 20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી 1500 રન પુરા કરનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. આ કારનામું કરવા માટે તેણે ફક્ત 843 બોલમાં સૌથી ઝડપી 1500 રન પુરા કર્યા છે. શ્રીલંકા સામેની આ ત્રીજી મેચ દરમિયાન તેને મેન ઓફ ધ મેચ નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. તો આ સાથે જ સૂર્યકુમાર યાદવ icc t20 રેન્કિંગમાં નંબર વન પર સ્થિત છે.