સૂર્યકુમાર યાદવે કહ્યું જો આ દિગ્ગજ ખેલાડી ન હોત તો હું આજે સદી ન ફટકારી શક્યો હોત..
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં હાર બાદ ટીમ ઇન્ડિયાએ આ હારને ભૂલીને ફરી એક નવી શરૂઆત કરી છે. હાલ ટીમ ઇન્ડિયા સમગ્ર સ્ટાફ સાથે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની ટી 20 અને ત્રણ મેચોની ઓડીઆઇ સિરીઝ રમવાની છે જેમાં ત્રણ મેચોની ટી 20 સિરીઝ શરૂ થઈ ગઈ છે. જેની પ્રથમ મેચ શુક્રવારે વરસાદને કારણે રદ થઈ હતી પરંતુ બીજી ટી ટ્વેન્ટી મેચ આજે રમાઈ હતી જેમા ભારતે એક તરફી શાનદાર જીત હંસલ કરી છે.
આગામી મેચ 22 નવેમ્બર ના રોજ રમશે. આ મેચ જીતતાની સાથે જ સમગ્ર સીરીઝ ઉપર ભારત પોતાની શાનદાર જીત મેળવશે. t-20 સિરીઝની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો તો આ સાથે જ ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગમાં 6 વિકેટ ગુમાવીને 191 રનનો મોટો લક્ષ આપ્યો હતો. ભારતીય બેટ્સમેનો એ ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. તો તેમાં પણ ખાસ કરીને સૂર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારી હતી.
બીજી ટી 20 મેચમાં સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રન બનાવીને ખૂબ જ જોરદાર બેટિંગ કરી હતી. આ બેટિંગમાં સૂર્યકુમાર યાદવે 11 ફોર અને 7 મોટી લાંબી સિક્સરો મારી હતી. સૂર્યકુમારે સદી ફટકારતાની સાથે જ પોતાનું નિવેદન આપ્યું હતું કે આ દિગ્ગજ ખેલાડીના કારણે હું આજે આ મેચ સદી ફટકારી શક્યો. આ શાનદાર સદી ફટકારવાનો શ્રેય સૂર્ય કુમાર યાદવે ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યાને આપ્યો હતો.
સૂર્ય કુમાર વધુમાં નિવેદન જણાવે છે કે શરૂ મેચમાં હાર્દિક પંડ્યાએ મને ઘણું પ્રોત્સાહન અને સહાનુભૂતિ આપી હતી. મને રમવા માટેની ખુલ્લી છૂટ આપવામાં આવી હતી. તો આ સાથે જ વિરોધી ટીમની રણનીતિઓ મને સમજાવવામાં આવી હતી. જેને કારણે હું આ શાનદાર સદી ફટકારી શક્યો છું તો આ સાથે જ અન્ય ઘણા નિવેદનો સૂર્યકુમાર યાદવ એ જાહેર કર્યા છે મેચ પૂર્ણ થતાની સાથે જ સૂર્ય કુમાર યાદવ એ હાર્દિક પંડ્યાના ખૂબ જ વધારે પડતા વખાણો કર્યા હતા.
સુરેશકુમાર યાદવ કહે છે કે ટીમ માટે મારે બેટિંગ કરવી ખૂબ જ જરૂરી હતી. હાર્દિક પંડ્યાએ મને ખૂબ જ સહકાર આપ્યો હતો જેના કારણે હું લાંબી બેટિંગ કરી શક્યો સૂર્યકુમારી યાદવ જણાવે છે કે છેલ્લી ઓવરો મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. હાર્દિક પંડ્યાએ મને નેટ પ્રેક્ટિસમાં પણ ખૂબ મદદ કરેલી જેના કારણે હું હાર્દિક પંડ્યાનો ખૂબ આભારી છું. હાર્દિક પંડ્યા કેપ્ટનશીપમાં ખૂબ જ સફળ સાબિત થયો છે.