સૂર્યકુમાર યાદવે કર્યો ધડાકો કહ્યું- આ યુવા ખેલાડીને અત્યારે જ કરો ભારતીય ટીમમાં સામેલ…

ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ પ્રવાસ પર નજર કરીએ તો ત્રણ મેચની T 20 સિરીઝ અને ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની હતી. જેમાંથી T20 સિરીઝ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે 1-0 થી મોટી જીત મેળવી હતી. ત્યારબાદ હવે વનડે સિરીઝ શરૂ થઈ છે. જેની બે મેચો પૂર્ણ થઈ છે. આગામી મેચ 30 નવેમ્બરના રોજ યોજાશે. આ વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડ 1-0 થી આગળ છે.

ટીમ ઇન્ડિયાને તેની બરાબરી કરવા માટે આગામી મેચ જીતી ખૂબ જ અગત્યની છે. આ સિરીઝની પ્રથમ વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાને કારમી હાર મળી હતી. બીજી વન-ડે મેચ વરસાદી મોસમને કારણે રદ કરવામાં આવી હતી. હવે આગમી મેચ બંને ટીમો માટે જીતવી ખૂબ જ અગત્યની છે. આ વનડે સિરીઝમાં શિખર ધવનને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે તો આ સાથે જ સૂર્યકૂમાર યાદવ સહિત બીજા ઘણા નવા યુવા ખેલાડીઓ આ સિરીઝમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડી રહ્યા છે.

પરંતુ સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જ એક મોટું નિવેદન જાહેર કર્યું છે તેને કહ્યું છે કે ટીમ ઇન્ડિયામાં આ યુવા સ્ટાર ખેલાડીને તાત્કાલિક ટીમમાં સ્થાન આપવું ખૂબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે આ સ્ટાર યુવા ખેલાડી ઋતુરાજ ગાયકવાડ છે. જેને ડોમેસ્ટિક ક્રિકેટમાં તબાહી મચાવી છે. ગત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ વચ્ચેની મેચમાં તેણે 159 રનમાં 220 રન બનાવીને બેવડી સદી ફટકારી હતી. સૂર્ય કુમાર યાદવે ઋતુરાજ ગાયકવાડના ખૂબ જ વખાણ પણ કર્યા હતા.

વધુમાં તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાદે ઉત્તર પ્રદેશ સામેની મેચમાં 6 બોલમાં 7 સિક્સર ફટકારીને ઘણા નવા મોટા રેકોર્ડ બનાવ્યા છે. તો આ સાથે જ આ મેચમાં તેણે 14 ફોર અને 16 લાંબી સિક્સ ફટકારીને 159 બોલમાં 220 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. અને આ મેચમાં તેને ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. જેથી સૂર્યકુમાર યાદવ તેને તાત્કાલિક ટીમમાં સામેલ કરવા માટે માંગ ઉઠાવી રહ્યા છે.

વધુમાં તમને જણાવી દઇએ કે ઋતુરાજ ગાયકવાડને ઘણીવાર ટીમ ઇન્ડિયામાં મોટું સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ ખરાબ પ્રદર્શનના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ફરી એકવાર પોતાના ફોર્મમાં પાછો કર્યો છે તો આ સાથે જ ફરી એકવાર ટીમ ઇન્ડિયામાં રમતો નજરે પડી શકે છે. સારું પ્રદર્શન દેખાડીને ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન પણ બનાવી શકે છે. જેને લઇને સૂર્યકુમાર યાદવે ધડાકો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *