સૂર્યકુમાર યાદવે રિવર્સ સ્વીપથી જોરદાર સિક્સ ફટકારી, ચાહકોએ કહ્યું આ શોર્ટ 360 નહીં પરંતુ 720 ડિગ્રીનો છે…- જુઓ વિડિયો…
ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. અને જ્યાં 3 મેચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની બીજી મેચ રવિવારે રમાઈ હતી. આ સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. આ સિરીઝની બીજી મેચ હેમિલ્ટનના સેડન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાય હતી. આ મેચમાં પ્રથમ કેન વિલિયમ્સને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી.
બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 12.5 ઓવરમાં 89 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ સતત વરસાદી વાતાવરણને કારણે આ મેચને રદ કરવામાં આવી હતી. જેને કારણે ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન થયું છે. ન્યૂઝીલેન્ડ આ સમગ્ર સીરિઝમાં 1-0ની મોટી લેડથી આગળ છે. ટીમ ઇન્ડિયાને બરાબરી કરવા માટે આગામી મેચ જીતવી ખૂબ જ અગત્યની બની ગઈ છે. જો ટીમ ઇન્ડિયા આગામી મેચ જીતશે તો આ સમગ્ર સીરીઝ ટાઈ થશે.
આ મેચમાં સૂર્યકુમાર નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે આવ્યો હતો. સૂર્યકુમાર યાદવ પીચ પર આવતાની સાથે જ ફોર અને સિક્સરનો વરસાદ કર્યો હતો. આ મેચમાં તેને 25 બોલમાં 34 રન બનાવ્યા હતા. જેમાં બે ફોર અને ત્રણ લાંબી મોટી સિક્સર ફટકારી હતી. આ મેચમાં તેણે 720 ડિગ્રી એ મોટી સિક્સ મારી હતી. સૂર્ય કુમાર યાદવએ ફટકારેલ આ શોર્ટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
સૂર્યકુમાર યાદવે આ મેચમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું. તેણે આ મેચમાં કુલ ત્રણ લાંબી સિક્સર મારી હતી. આ ત્રણમાંથી એક રિવર્સ શોર્ટ દ્વારા સિક્સ ફટકારી હતી. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. આ વિડીયો જોઈને ચાહકો પણ બોલી ઉઠ્યા કહ્યું કે આ શોર્ટ 360 ડિગ્રીનો નહીં પરંતુ 720 ડિગ્રીનો છે. સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટ બાદ વનડે સિરીઝમાં પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડી રહ્યો છે. જુઓ આ વિડિયો..