સૂર્યકુમાર યાદવે 360 ડિગ્રીએ શાનદાર સિક્સ ફટકારી રાજકોટમાં મચાવી તબાહી…-જુઓ વિડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ ત્રણ મેચોની T20 સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની ત્રીજી નિર્ણાયક મેચ આજે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. જેમાં સૂર્યકુમાર યાદવે ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે. આ સિરીઝની પ્રથમ મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાએ બીજી મેચમાં 16 રને ભારતને હરાવ્યું હતું. આ સમગ્ર સીરીઝને જીતવા માટે આગામી ત્રીજી મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.

આ ત્રીજી મેચ વિશે વાત કરીએ તો પ્રથમ ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીલંકાની ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ભારતીય ટીમએ પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવીને 228 રનનો મોટો સ્કોર ઊભો કર્યો છે. ત્યારબાદ શ્રીલંકન ટીમ આ મોટો સ્કોરનો પીછો કરવા માટે મેદાને ઉતરી છે.

સૂર્યકુમાર યાદવએ આ મેચ દરમિયાન ખૂબ જ મોટું કારનામું કરી બતાવ્યું છે. તેણે પોતાના કરિયરની ત્રીજી સદી ફટકારી છે. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 112 રનની મોટી ઈનિંગ રમી હતી. આ મોટી ઈનિંગ્સમાં તેને 9 સિક્સ અને 7 ફોર ફટકારી છે. આ મેચ દરમિયાન તેણે 11મી ઓવર દરમિયાન 360 ડિગ્રીનો જોરદાર શોર્ટ ફટકાર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો.

સૂર્ય કુમાર યાદવનો આ તડકતો ભડકતો અવતાર જોઈને સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ જુમી ઉઠ્યા હતા. ચમિકા કરુણારત્ન શ્રીલંકા તરફથી 11મી ઓવર ફેકવાં માટે આવ્યો હતો. આ ઓવરના ત્રીજા બોલ પર સૂર્યાએ જોરદાર ફોર ફટકારી હતી, ત્યાર બાદ સુર્યાએ પછીના જ બોલ પર ફાઇન લેગ પર 360 ડીગ્રીએ સિક્સર ફટકારી હતી. આ સિક્સરનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. જુઓ વિડિયો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *