સૂર્યકુમાર યાદવને બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતા ફાટી નીકળ્યો ગુસ્સો, હવે આ ટીમ તરફથી રમતો જોવા મળશે…

ટી 20 વર્લ્ડ કપ તાજેતરમાં પૂર્ણ થયો છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડના પ્રવાસ પર 3 મેચની T 20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ પૂર્ણ કરીને હવે ત્યારબાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસ પર પહોંચી છે. બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમમાં બીસીસીઆઇ દ્વારા ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ઘણા નવા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો કેટલાક મેચ વિનર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જેને કારણે અનેક ખેલાડીઓ ગુસ્સે ભરાયા છે.

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર અને છેલ્લે રમાયેલ વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન દેખાડ્યું હતું. સૂર્યકુમાર યાદવ હંમેશા મીડલ ઓર્ડરમાં બેટિંગ કરતો નજરે પડતો હોય છે. T 20 ફોર્મેટ બાદ વનડે ફોર્મેટમાં પણ સૂર્યકૂમાર યાદવ ઘાતક બેટિંગ કરે છે. છતાં બાંગ્લાદેશ પ્રવાસ પર તેને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. જેને કારણે હાલ ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ સૂર્યકુમાર યાદવ ભારત પરત ફર્યો છે અને તેણે ખૂબ જ મોટો નિર્ણય પણ લીધો છે.

સૂર્યકુમાર યાદવને બાંગ્લાદેશ પ્રવાસ પર ટીમમાં સ્થાન ન મળતા ગુસ્સે ભરાયો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસથી ભારત પરત ફર્યા બાદ હાલ તેને આરામ આપવામાં આવ્યો છે. ત્યારે તેના વિશે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. સૂર્યકુમાર યાદવ આ સમયગાળા દરમિયાન બીજી અન્ય ટીમ સાથે જોડાયો છે.આ નિર્ણય ખૂબ જ ચોકાવનારો ગણી શકાય છે. સૂર્યકુમાર યાદવ ટૂંક સમયમાં જ રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતો જોવા મળશે.

સૂર્યકુમાર યાદવે તાજેતરમાં જ નિર્ણય લીધો છે કે તે આગામી રણજી ટ્રોફીમાં મુંબઈ તરફથી મેદોને રમતો જોવા મળશે. આ રણજી ટુર્નામેન્ટ 10 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 23 ડિસેમ્બરના રોજ મુંબઈ અને હૈદરાબાદ સામે રમનારી મેચમાં તે મુંબઈ તરફથી રમતો જોવા મળશે. રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ ફરી એકવાર મજબૂત જોવા મળી રહી છે. મુંબઈની ટીમે અત્યાર સુધીમાં 41 વખત આ ટ્રોફી પોતાના નામે કરી છે.

સૂર્યકુમાર યાદવ ઇન્ટરનેશનલ ક્રિકેટ બાદ ફરી એકવાર ઘરેલુ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં બેટિંગ કરતો નજરે પડશે. ગત વર્ષે મુંબઈની ટીમ રણજી ટ્રોફીમાં ફાઇનલમાં પહોંચી હતી. સૂર્યકુમાર યાદવ ઇન્ટરનેશનલ ક્રિકેટની સાથે સાથે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવી શક્યો છે. સૂર્યકુમાર યાદવ આરામ કરવા ઈચ્છતો નથી જેને કારણે તે મુંબઈ તરફથી આગામી દિવસોમાં રમતો જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *