સૂર્યકુમાર યાદવે ચિત્તાની ઝડપે હવામાં ઉડીને copy to copy બે અદ્ભુત કેચ પકડ્યા, વીડિયો જોઈને ચાહકો પણ રહી ગયા દંગ… જુઓ વિડિયો

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ ટી 20 સિરીઝની ફાઈનલ નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને સૌથી મોટા માર્જિનથી હાર આપી હતી. આ મેચ જીતાની સાથે જ ભારતીય ટીમે ટી 20 સિરીઝમાં 2-1થી કબજો મેળવ્યો હતો. આ સિરીઝની ફાઇનલ મેચ ખૂબ જ ઐતિહાસિક જોવા મળી હતી. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ઘર આંગણે દબોચી લીધું હતું.

ન્યૂઝીલેન્ડ સામેની આ ત્રીજી ટી-20 મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ બોલિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટના નુકસાન પર 234 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ મોટો સ્કોર બનાવવા માટે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓપનર બેટ્સમેન શુભમન ગિલે મોટો ભાગ ભજવ્યો હતો. તેણે આ મેચ દરમિયાન 63 બોલમાં 126 રન ફટકાર્યા હતા.

શુભમન ગીલે આ મેચ દરમિયાન પોતાના ટી 20 કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. વધુમાં રાહુલ ત્રિપાઠીએ પણ 22 બોલમાં 44 રનની મોટી ઝડપી ઇનિંગ્સ રમી હતી. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાનો 360 ડીગ્રી પ્લેયર સૂર્યકુમાર યાદવે પણ બેટિંગની સાથે સાથે ફિલ્ડીંગમાં પણ બધાને ચોંકાવી મૂક્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમ 234 રનના મોટા સ્કોરને પૂર્ણ કરવા માટે મેદાને ઉતરી હતી.

ભારતીય ટીમની બોલિંગ અને ફિલ્ડિંગની મજબૂત સ્થિતિને કારણે 12.1 ઓવરમાં 66 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. જેને કારણે ભારતીય ટીમને 168 રનના મોટા માર્જિનથી ભવ્ય વિજય મળ્યો હતો. આ મેચ દરમિયાન જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. ત્યારે પ્રથમ ઓવરમાં અને ત્રીજી ઓવરમાં સૂર્યકુમાર યાદવે ચિત્તાની ઝડપે હવામાં ઉછળીને કોપી ટુ કોપી બે કેચ પકડ્યા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર એલને મોટો શોર્ટ ફટકારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ બેટની બહારની કિનારીએ લાગ્યો હતો. જેને કારણે સ્લીપમાં ઉભેલ સૂર્યકૂમાર યાદવે હવામાં ચિત્તાની ઝડપે કૂદકો મારીને તેનો શાનદાર કેચ પકડ્યો હતો. ત્યારબાદ ગ્લેન ફિલિપ્સ પણ હાર્દિક પંડયાની બીજી અને ન્યૂઝીલેન્ડ ઇનિંગ્સની ત્રીજી ઓવરના ચોથા બોલ પર કોપી ટોપી આ જ રીતે સ્લીપમાં જબરજસ્ત કેસ ઉછલ્યો હતો આ બંને કેચના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *