બીજી ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે રચ્યો ઇતિહાસ, ધોની અને સુરેશ રૈનાને પણ આ બાબતે છોડ્યા પાછળ..
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હાલ ત્રણ મેચોની T20 સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝની બીજી મેચ ગઈકાલે એટલે કે 29 જાન્યુઆરીના રોજ રવિવારે એકાના સ્ટેડિયમ ખાતે રમાઇ હતી. જેમાં ભારતે છ વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત મેળવતાની સાથે જ ભારતે સમગ્ર સીરીઝમાં 1-1ની બરાબરી કરી છે. આ સિરીઝની આગામી છેલ્લી ફાઇનલ નિર્ણાયક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમવાની છે.
બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમને પ્રથમ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ફક્ત 99 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમના આ નાના સ્કોરનો પીછો કરતી વખતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 101 રન બનાવીને છ વિકેટે વિજય મેળવ્યો હતો. જેને કારણે આ સમગ્ર સીરીઝમાં ભારતે ન્યૂઝીલેન્ડની બરાબર કરી છે. આ મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો છે.
તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 26 રન ફટકાર્યા હતા. જેમાં એક ફોર સામેલ છે. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો છે. જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અને સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાને પણ આ મામલે પાછળ છોડી મૂક્યા છે. સૂર્ય કુમાર યાદવે આ મેચ દરમિયાન ભારતના આ બે દિગ્ગજ ક્રિકેટરોના રેકોર્ડ તોડીને મોટો ઇતિહાસ પોતાના નામે કર્યો છે. આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે.
સૂર્યકુમાર યાદવે ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર પાંચમો ભારતીય બેટ્સમેન બન્યો છે. સૂર્યકુમાર યાદવના નામે હવે 46 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ત્રણ સદી અને 13 અડધી સદીની મદદથી તેને 1625 રન ફટકાર્યા છે. આ બાબતમાં સૂર્યકૂમાર યાદવે એમ એસ ધોની અને સુરેશ રેનાને પણ ખૂબ જ પાછળ છોડી મૂક્યા છે.
એમ એસ ધોનીએ 98 ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોમાં બે અડધી સદીની મદદથી 1617 રન જ બનાવ્યા હતા તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ 78 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1605 રન ફટકાર્યા હતા. પરંતુ સૂર્યકૂમાર યાદવે આ બંને દિગ્ગજોને મોટી લીડથી પાછળ છોડ્યા છે. સૂર્યકુમાર યાદવે ભારત તરફથી ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં ટોપ 5 ખેલાડીઓમાં સામેલ થઈ ચૂક્યો છે.