51 બોલમાં 111 રન બનાવીને સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીનો આ સૌથી મોટો રેકોર્ડને તોડી નાખ્યો…
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી 20 મેચ માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને 65 રને મોટી જીત મેળવી હતી. આ મેચમાં સૂર્યકુમાર યાદવે ખૂબ જ શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. તો આ સાથે જ ટીમ ઇન્ડિયાના બોલરો પણ ખૂબ જ જોરદાર પ્રદર્શન કરી રહ્યા હતા. જેના કારણે ન્યૂઝીલેન્ડ ની સમગ્ર ટીમને ફક્ત 126 રનમાં ઓલઆઉટ કરીને મોટી જીત પ્રાપ્ત કરી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની આ બીજી ટી-ટ્વેન્ટી મેચમાં સૂર્યકુમાર યાદવ એ ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડ્યું હતું જેને કારણે તેને પ્લે ઓફ ધ મેચ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો આ સાથે જ આ મેચમાં સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રન બનાવીને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
સૂર્ય કુમાર યાદવ પોતાના જીવનની બીજી સૌથી ઝડપી સદી 49 બોલમાં ફટકારીને ટીમ માટે 191/6 નો મોટો સ્કોર ખડકી દીધો હતો. સૂર્ય કુમાર યાદવ એ આ ઇનીંગ્સમાં 217.5 ની સ્ટ્રાઈક રેટથી થી 111 રન બનાવ્યા હતા. જેમા 11 ફોર અને સાત છગ્ગા ફટકાર્યા હતા. વધુમાં તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં ટી 20i મેચમાં સાત પ્લેયર ઓફ ધ મેચ ના એવોર્ડ પણ મળેલા છે.
એક વર્ષમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનાર ખેલાડીની રેસમાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એવા વિરાટ કોહલી ને પાછળ છોડીને સૂર્ય કુમાર આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ વર્ષ 2016 ની સાલમાં t20i ક્રિકેટમાં છ પ્લેયર ઓફ ધ મેચ ના એવોર્ડ જીત્યા હતા. પરંતુ સૂર્યકૂમાર યાદવે વર્ષ 2022 માં સાત પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ જીતીને વિરાટ કોહલીના આ રેકોર્ડને ધ્વસ્ત કર્યો છે.
તો આ સાથે જ એ નોંધવું પણ જરૂરી છે કે સૂર્યકુમાર યાદવ વર્ષ 2022માં t20i માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે તેમણે આ વર્ષે 30 મેચ રમી છે જેમાં 47 ની એવરેજ અને 188.37 ના સ્ટ્રાઈક્ રેટ થી 1151 રન બનાવ્યા છે.