સુર્યકુમાર યાદવે શાનદાર સદી ફટકારીને રોહિત શર્માનો આ સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, સુર્યા આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો…
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની સિરીઝ શરૂ છે. જેમાં પ્રથમ ટી ટ્વેન્ટી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને આજે બીજી ટી ટ્વેન્ટી મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈંડિયાએ પ્રથમ બેટિંગ કરીને ન્યુઝીલેન્ડ ને છ વિકેટે 191 રનનો વિશાળ લક્ષ આપ્યો હતો ન્યૂઝીલેન્ડ ની ટીમ દ્વારા આ રન ચેસ કરવાની પૂરી કોશિશ કરી હતી પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમએ કારમી હાર મેળવી હતી.
ન્યૂઝીલેન્ડના બોલરોને ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ખૂબ જ ધોયા હતા. છેલ્લા કેટલાક સમયથી સૂર્યકુમાર યાદવ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે આ મેચમાં સૂર્યકુમાર યાદવ ને નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ઉતારવામાં આવ્યો હતો જેને કારણે તેણે 51 બોલમાં 111 રન બનાવીને એક સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ 111 રનની મોટી ઇનિંગ્સમાં સૂર્યકુમાર યાદવ એ 11 ફોર અને 7 મોટી લાંબી સિક્સર જડી દીધી હતી.
સૂર્ય કુમાર યાદવ આ મેચમાં 271.55 ની સૌથી મોટી રમતો જોવા મળ્યો હતો સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ઘાતક બેટિંગ કરતો સામે આવ્યો છે આ ઘાતક બેટિંગને કારણે ન્યૂઝીલેન્ડના બોલરો ભયભીત થઈ ગયા હતા. ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો સૂર્યકૂમાર યાદવ નંબર ચાર પર બેટિંગ કરવા માટે આવતો હતો પરંતુ t20 વર્લ્ડ કપ પછી કેટલાક સિનિયર ખેલાડીઓને આરામ ઉપર આપવામાં આવ્યો છે જેને કારણે સૂર્યકૂમાર યાદવ વિરાટ કોહલી ના સ્થાને નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો.
સૂર્ય કુમાર યાદવ એ આ સમગ્ર મેચમાં 51 બોલમાં 111 રન બનાવીને રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સૂર્યા એ વર્ષ 2022માં ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી ઝડપી બે ફાસ્ટ સદી ફટકારીને રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડી પાડ્યો છે. રોહિત શર્મા 2018 ની સાલમાં બે સદી મારી હતી પરંતુ આ મેચમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન દેખાડીને સૌથી વધુ રન બનાવીને આ રેકોર્ડ તોડી પાડ્યો છે સૂર્યકૂમાર યાદવ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં વિશ્વનો સૌથી પહેલા નંબરનો ખેલાડી છે.