સૂર્યકુમાર યાદવે પોતાની કારકિર્દીની આ સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી, ICCએ આ મોટા એવોર્ડ માટે તેનું નામાંકન કર્યું, જાણો
ટીમ ઇન્ડિયાનો હાલ બાંગ્લાદેશ પ્રવાસ પૂર્ણ થયો છે. બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા ઘર આંગણે શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી 3 મેચોની T 20 સિરીઝ અને 3 મેચોની વનડે સિરીઝ રમવાની છે. બાંગ્લાદેશ પ્રવાસ પર સૂર્યકુમાર યાદવને આરામ આપવામાં આવ્યો હતો. પરંતુ શ્રીલંકા સામેની બંને સિરીઝોમાં સૂર્યકુમાર યાદવને મોટું સ્થાન આપવામાં આવ્યું છે.
શ્રીલંકા સામેની ટી-20 સિરીઝમાં સૂર્યકૂમાર યાદવને વાઈસ કેપ્ટન તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તો આ સાથે જ સૂર્યકુમાર યાદવ માટે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂર્યકુમાર યાદવએ પોતાના કારકિર્દીની સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ આઇસીસીએ “ICC મેન્સ ટી-20 ક્રિકેટર ઓફ ધ યર 2022” એવોર્ડ માટે ચાર નામની જાહેરાત કરી છે.
સૂર્યકૂમાર યાદવે વર્ષ 2022માં 46.50 ની એવરેજ અને 187.43ના સ્ટ્રાઈક રેટ સાથે 1164 રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. સૂર્યકુમાર યાદવ એ વર્ષ 2022માં સૌથી વધુ 68 સિક્સર ફટકારી હતી. તો આ સાથે જ આ વર્ષમાં તેણે બે સદી અને નવ અડધી સદી ફટકારી છે. જેને કારણે તે વિશ્વનો નંબર વન T 20 બેટ્સમેન બન્યો છે. જેને કારણે આઈસીસી દ્વારા આ મોટા એવોર્ડ માટે તેનું નામાંકન કરવામાં આવ્યું છે.
વધુમાં સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાયેલ T20 વર્લ્ડ કપમાં 59.75ની એવરેજ અને 189.68 ના સ્ટ્રાઈક રેટથી 249 રન ફટકાર્યા હતા. તો આ સાથે જ આ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ સામે અડધી સદી પણ ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે આ વર્ષે અદભુત પ્રદર્શન બતાવ્યું છે. જેના કારણે આઇસીસીએ “ICC મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર 2022″એવોર્ડ માટે તેનું નામાંકન કર્યું છે.
આ એવોર્ડ માટે સૂર્યકુમાર યાદવ સિવાય ઇંગ્લેન્ડના ડાબા હાથના ફાસ્ટ બોલર સેમ કુરાન, ઝિમ્બાબ્વેના ઓફ-સ્પિન ઓલરાઉન્ડર સિકંદર રઝા અને પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પણ આ સન્માન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ ચાર નામોની યાદીમાં તેનું નામ જાહેરાત થતા સૂર્યકુમાર યાદવનું કરિયર ઝળહળી ઉઠ્યું છે. તેને પોતાના કરિયરની આ સૌથી મોટી સિદ્ધિ હાંસલ કરી હોય તેવું લાગી રહ્યું છે.