સૂર્યકુમાર યાદવે ગલ્લી ક્રિકેટમાં 360 ડિગ્રીએ જોરદાર શોર્ટ મારી ચાહકોની માંગ કરી પૂર્ણ, જુઓ વીડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. આ ટેસ્ટ સિરીઝની છેલ્લી ફાઈનલ મેચ 9 માર્ચથી 13 માર્ચની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાની છે. આ ટેસ્ટ સીરીઝમાંથી સૂર્યકૂમાર યાદવને આરામ આપવામાં આવ્યો છે જેને કારણે હાલ ત્યાં રજાઓના દિવસોમાં પોતાના પરિવાર અને સોસાયટી સાથે સમય પસાર કરતો જોવા મળ્યો છે.
ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મુંબઈમાં ચાહકો સાથે ગલી ક્રિકેટ રમતો સામે આવ્યો છે. આ ગલ્લી ક્રિકેટ દરમિયાન સૂર્યકૂમારી યાદવે 360 ડિગ્રીએ એવો એક જોરદાર શોર્ટ ફટકાર્યો હતો. આ શોર્ટ જોઈને ચાહકો પણ કુદી પડ્યા હતા. સૂર્યકુમાર યાદવે ફટકારેલ આ શોર્ટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
તમને જણાવી દઈએ કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલ ટેસ્ટ સિરીઝની પ્લેઇંગ ઇલેવન માંથી બહાર જોવા મળ્યો છે. નાગપુર ટેસ્ટમાં તેણે ડેપ્યુ કર્યું હતું. પરંતુ આ મેચ દરમિયાન ફક્ત આઠ રન બનાવીને આઉટ થયો હતો. જેને કારણે આ ટેસ્ટ સિરીઝની બીજી અને ત્રીજી ટેસ્ટમાં ટીમમાં તક મળી ન હતી.
પરંતુ આ સ્થિતિની વચ્ચે હાલ સૂર્ય કુમાર યાદવનો એક ગલ્લી ક્રિકેટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં મુંબઈની ટીમનો ભાગ છે. મુંબઈ માટે શાનદાર બેટિંગ કર્યા બાદ તેણે ભારતની T20 ટીમમાં જગ્યા બનાવી અને હવે તે વિશ્વનો નંબર વન T20 બેટ્સમેન છે. T20માં શાનદાર બેટિંગ કરીને જ તેણે ભારતની ODI અને ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી લીધી છે.
આ વિડીયો મુંબઈનો હોવાનું સામે આવ્યો છે. સૂર્ય કુમાર યાદવ ત્યાં ફરવા ગયો હતો અને ચાહકોની માંગને કારણે તે ગલ્લી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો અને જોરદાર એક શોટ ફટકાર્યો હતો. જેનો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. જુઓ વિડિયો….