સૂર્યકુમારે કહ્યું- રિંકુ સિંહ નહીઁ પરંતુ આ ગુજરાતી ખેલાડીના કારણે મળી જીત…
ગઈકાલે સાંજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાયપુર ખાતે ચોથી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમના અંતરથી જબરદસ્ત જીત મેળવી છે. આ સાથે જ આ સિરીઝ પણ જીતી લીધી છે. ભારતીય ટીમ ફરી એક વખત બોલિંગ અને બેટિંગ બંને લાઈનમાં ખૂબ જ મજબૂત જોવા મળી છે. મેચ પૂર્ણ થયા બાદ સૂર્યકૂમાર યાદવે એક મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું.
સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 9 વિકેટે 174 નો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે 7 વિકેટ ગુમાવીને ફક્ત 154 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમને જીત મળી છે. આ મેચમાં રીન્કુ સિંહે ફિનિશર તરીકે 29 બોલમાં 46 રન બનાવ્યા હતા. તેના કારણે જ મોટો સ્કોર બન્યો અને જીત મળી હતી છતાં પણ સૂર્યકૂમારે રીન્કુને નહીં પરંતુ આ ગુજરાતી ખેલાડીને જીતનો શ્રેય આપ્યો છે.
સૂર્યકુમાર યાદવે હાલમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે આ ગુજરાતી ખેલાડીના કારણે જ આજે જીત મળી છે. તેણે ગેમ પલટો કર્યો હોય તેવું કહી શકાય છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દર વખતે આક્રમક બેટિંગ કરે છે પરંતુ આ ગુજરાતી ખેલાડીની સારી રમતના કારણે આજે ભારતને જીત મળી છે. તો ચાલો આપણે જાણીએ કે આ ગુજરાતી સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે સૂર્યકૂમાર યાદવે મેચ પૂર્ણ થયા બાદ અક્ષર પટેલની બોલિંગ વિશે ઘણી વાતો કરી હતી. તેણે જણાવ્યું હતું કે અક્ષરે આવતાની સાથે જ આજે સૌ પ્રથમ ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. ત્યારબાદ ઘણી વિકેટો લીધી હતી. આજે તેણે પોતાની 4 ઓવર દરમિયાન 16 રન આપ્યા હતા અને 3 મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. જેના કારણે ગેમ પલટો થયો હતો.
સૂર્યકુમારે વધુમાં જણાવ્યું કે અક્ષરની સારી બોલિંગના કારણે અન્ય બોલરોને પણ ફાયદો થયો હતો. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ખૂબ જ દબાણમાં જોવા મળ્યા હતા અને જેનાથી અમને વિકેટ પણ મળી હતી. ભારતીય ટીમ ફરી એક વખત શાનદાર જીત મેળવતી જોવા મળી છે. હવે પાંચમી મેચમાં પણ જીત મળે તેવા પ્રયાસો થશે.