સૂર્યકૂમારે કહ્યું- સપાટ પીચ હોવાથી આજે થશે આ 3 બદલાવો, જાણો કોણ થશે બહાર અને કોને મળશે સ્થાન…
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતીય ટીમ આજે રાયપુર ખાતે ચોથી ટી-20 મેચ રમાવાની છે. આ મેચ કટોકટીની સ્થિતિમાં જોવા મળી શકે છે. હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોના ખેલાડીઓ રાયપુર ખાતે આવી પહોંચ્યા છે અને પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ મહત્વની મેચ શરૂ થાય તે પહેલા હાલમાં સૂર્યકૂમાર યાદવે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.
સૂર્યકુમાર યાદવ પહેલેથી પીચના આધારે બદલાવો કરવા માટે જાણીતો છે. તેણે હાલમાં જે ત્રણેય મેચોનું અવલોકન કર્યું છે અને રાયપુરની પીચને સારી રીતે પારખી છે. તે હવે કોઈ પણ હાલતમાં ચોથી મેચ જીતીને આ સિરીઝ જીતવા ઈચ્છે છે. હાલમાં જ તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે કાળી માટીની પીચ હોવાના કારણે ચોથી મેચમાં આ બે મોટા બદલાવો કરવા ખૂબ જ જરૂરી બન્યા છે.
હાલમાં જ સૂર્યકૂમારે જણાવ્યા અનુસાર પીચના આધારે આ સુપર સ્ટાર ખેલાડીઓને ચોથી મેચમાં સ્થાન આપવામાં આવશે. તે બંને કોઈ પણ સમયે મેચ જીતાડી શકે છે. અત્યાર સુધી તે ઘણા કમાલ કરી ચૂક્યા છે. તેઓ પોતાની સાથે જ હાલમાં રમી રહેલા બંને ખેલાડીઓને બહાર બેસાડવામાં આવશે. તો ચાલો આપણે જાણીએ કે કોણ બહાર થશે અને કોને સ્થાન આપવામાં આવશે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને ચોથી મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. ત્રીજી મેચમાં તેણે પોતાની 4 ઓવર દરમિયાન 68 રન આપ્યા હતા. બીજી તરફ તે આગામી મેચોમાં પણ તે કઈ ખાસ કમાલ કરી શક્યો નથી. જેથી તેને બહાર કરીને ફાસ્ટ બોલર મુકેશ કુમારને સામેલ કરવામાં આવશે. મુકેશકુમાર હાલમાં જ વાપસી કરતો જોવા મળ્યો છે.
આ ઉપરાંત ભારતીય સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરની પણ વાપસી થવાની છે. જેથી તિલક વર્માને બહાર થવું પડી શકે છે. આ બે બદલાવો સાથે અક્ષરને બહાર કરીને વોશિંગ્ટન સુંદરને પણ સામેલ કરવામાં આવી શકે છે. આ નિર્ણય આખરી ક્ષણે લેવામાં આવી શકે છે. હાલમાં જ કોચ અને કેપ્ટન બંને તમામ ખેલાડીઓ પર ચાપતી નજર રાખી રહ્યા છે.