જીત બાદ સુર્યા કરશે આ 2 બદલાવો, જાણો કોણ થશે IN અને કોણ થશે OUT…

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટી-20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝની 4 મેચો પૂર્ણ થઈ ચૂકી છે. ગઈકાલે રમાયેલ ચોથી મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. હવે પાંચમી મેચ આવતીકાલે રમાવાની છે. આ છેલ્લી મેચ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આ બાબતે હાલમાં સૂર્યકૂમારે એક મહત્વનું નિવેદન પણ આપ્યું છે.

પ્રથમ ચારેય મેચોમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમે 3 મેચો જીતીને સમગ્ર સિરીઝ જીતી લીધી છે પરંતુ મેચ દરમિયાન ઘણી મુશ્કેલીઓ થઈ હતી. બીજી તરફ આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને દરેક ખેલાડીઓને યોગ્ય કોમ્બિનેશન પર સેટ કરવા જરૂરી છે. આવી સ્થિતિમાં પાંચમી મેચમાં બદલાવો કરવા ખૂબ જરૂરી છે. સૂર્યકૂમારે તાજેતરમાં જ આ બાબતે મોટું અપડેટ પણ આપ્યું છે.

સૂર્યકુમારે ચોથી મેચ પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે આવનારી પાંચમી મેચમાં આ બે મોટા બદલાવો થઈ શકે છે. આ બંને ખેલાડીઓને સ્થાન મળવું ખૂબ જરૂરી છે. તેઓ અત્યાર સુધી ઘણા કમાલ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેઓના આવતાની સાથે જ અન્ય ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે કોને સ્થાન આપવામાં આવશે અને કોને બહાર કરવામાં આવશે.

સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશનને ફરી એક વખત સામેલ કરવામાં આવી શકે છે. તેના આવતાની સાથે જ બેટિંગ લાઇન માંથી શ્રેયસ ઐયર અથવા જીતેશ શર્માને બહાર કરવામાં આવી શકે છે. હાલમાં દરેક ખેલાડીઓ સારા ફોર્મમાં ચાલી રહ્યા છે પરંતુ આગામી ઓપનર અને વિકેટકીપર બેટ્સમેન તરીકેનો બેકઅપ તૈયાર કરવો ખૂબ જરૂરી છે.

આ ઉપરાંત ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ સામેલ કરવામાં આવી શકે છે. જેથી રવિ અથવા અક્ષર બંનેમાંથી કોઈ એકને બહાર કરવામાં આવી શકે છે. ભારતીય ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળી શકે છે. આવનારી પાંચમી મેચ જીતીને ભારતીય ટીમ મોટા રેકોર્ડ પણ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *