સૂર્યાએ કહ્યું- મુકેશે ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ખેલાડીના કારણે આજે મળી જીત…

ગઈકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગ્લોર ખાતે પાંચમી અને છેલ્લી ટી-20 મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે આખરી ક્ષણે 6 રને મોટી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયન ટીમને ફરી એક વખત મોટો ફટકો પડ્યો છે. આ સાથે જ ભારતીય ટીમ આ સિરીઝમાં 4-1થી જબરદસ્ત જીત મેળવી છે. મેચ પૂર્ણ થયા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્વનું નિવેદન આપ્યું છે.

સંપૂર્ણ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતી વખતે 8 વિકેટે 160 રનનો નાનો સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમે ફક્ત 154 રન બનાવ્યા હતા. જેથી ભારતીય ટીમને આ મેચમાં જીત મળી છે. આ મેચમાં મુકેશ કુમારે 3 વિકેટ લીધી હતી. તે મેચ વિનર બન્યો હતો છતાં પણ સૂર્યકૂમારે મુકેશને નહીં પરંતુ આ ખેલાડીને જીતનો હીરો ગણાવ્યો છે.

સૂર્યકુમારે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે મુકેશ કુમારે ભલે 3 વિકેટ લીધી પરંતુ આ ખેલાડીના કારણે આજે જીત મળી છે. તેની સારી બોલિંગના કારણે ઘણો ફાયદો થયો છે. તેણે આજે યોર્કર બોલિંગનો ઉપયોગ કરીને ગેમ પલટો કર્યો છે. જેથી આ જીતનો શ્રેય તેને જ જવો જોઈએ. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સૂર્યકુમારે મેચ પૂર્ણ થયા બાદ અર્શદીપ સિંહની બોલિંગ વિશે ઘણી વાતો કરી હતી. તેને જણાવ્યું હતું કે છેલ્લી ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા અને ગેમ પલટો કર્યો હતો. તેની ઘાતક બોલિંગના કારણે હારેલી મેચમાં પણ આજે જીત મળી છે. આજે તેણે પોતાની 4 ઓવર દરમિયાન 40 રન આપ્યા હતા અને 2 મહત્વની વિકેટ લીધી હતી.

સૂર્યકુમારે વધુમાં જણાવ્યું કે અર્શદીપ ઉપરાંત રવિએ પણ ઘણી સારી બોલિંગ કરી છે. બીજી તરફ અક્ષરે પણ બોલિંગ અને બેટિંગ બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમ ફરી એક વખત મજબૂત જોવા મળી છે. હવે આગામી સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં પણ સારું પ્રદર્શન થાય તેવી આશા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *