સૂર્યા OUT, સરફરાઝ IN, 3 અને 4 ટેસ્ટ મેચમાં આવી કંઇક રહેશે ભારતીય ટીમ, જાણો કોને મળશે સ્થાન…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરીઝની શાનદાર શરૂઆત થઈ છે. જેની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે એક ઇનિંગ્સ અને 132 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ મેચમાં જીત મળતાની સાથે જ ભારતે આ સમગ્ર સીરીઝમાં 1-0 થી મોટી લીડ બનાવી છે. ત્યારબાદ હવે આ ટેસ્ટ સિરીઝની બીજી મેચ 17 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતે રમવાની છે. પરંતુ આ મેચ પહેલા આ ટેસ્ટ સિરીઝની ત્રીજી અને ચોથી મેચ માટે સંભવિત 17 સભ્યોની ભારતીય ટીમ કઈંક આવી રહેશે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ બે મેચો માટે 17 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી પરંતુ ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે હજુ સુધી BCCI એ ભારતીય ટીમની જાહેરાત કરી નથી. પરંતુ સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં કંઈક આવી ભારતીય ટીમ જોવા મળશે. ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા સંપૂર્ણ બદલાયેલી જોવા મળશે. ચાલો તેના પર એક નજર કરીએ.
ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ માટે પ્રથમ ઓપનિંગ બેટ્સમેનો વિશે વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા, વાઇસ કેપ્ટન KL રાહુલ, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત અને ઈશાન કિશન, સરફરાજ ખાનનો સમાવેશ થઈ શકે છે. ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. કારણ કે તેણે પ્રથમ મેચ દરમ્યાન કંઈ ખાસ પ્રદર્શન બતાવ્યું નથી. તેના સ્થાને સરફરાજ ખાનને ટીમ ઇન્ડિયામાં મોટી તક આપવામાં આવશે.
આ ઉપરાંત ભારતીય ટીમના ઓલરાઉન્ડર બેટ્સમેન વિશે વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયાની બોલીંગ લાઈન પર એક નજર કરીએ તો કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. IND vs AUS ભારતની છેલ્લી બે ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમ :-
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), સરફરાઝ ખાન, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ…