સુર્યાએ કર્યો ધડાકો, ઓસ્ટ્રેલિયાને હરાવવા આ ઘાતક ખેલાડીને તાત્કાલિક આપ્યું સ્થાન…
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સાંજે 7:00 વાગે વિશાખાપટ્ટનમ ખાતે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. 5 મેચોની આ ટી-20 સિરીઝ 3 ડિસેમ્બર સુધી રમાશે. આજની પ્રથમ મેચ પહેલા બંને ટીમોના તમામ ખેલાડીઓ હાલમાં ગ્રાઉન્ડ ઉપર આવી પહોંચ્યા છે અને સતત મેદાન પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ મેચ પહેલા સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
છેલ્લા ઘણા સમયથી રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ કપ રમી રહી હતી. આ ટુર્નામેન્ટ હાલમાં પૂર્ણ થઈ છે. હવે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રોહિત ન હોવાના કારણે સૂર્યકુમારને કેપ્ટનશીપ મળી છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ છે. સૂર્યકુમારે હાલમાં ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે આ ઘાતક ખેલાડીના સ્થાન આપવાનું નક્કી કર્યું છે.
સૂર્યકુમાર દ્વારા હાલમાં જણાવવામાં આવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે હવે મજબૂત કોમ્બિનેશન બનાવવામાં આવ્યું છે. જેમાં આ યુવા સ્ટાર વિસ્ફોટક ખેલાડીને તાત્કાલિક સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી તેનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. બીજી તરફ તે કોઈ પણ સમયે મેચ પલટો કરવા માટે પણ જાણીતો છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે તાજેતરમાં રીન્કુ સિંહને સ્થાન આપવાની વાત કહી છે. તેણે જણાવ્યું છે કે રીન્કુ છેલ્લા ઘણા સમયથી મજબૂત ફિનિશર તરીકે અલગ અલગ ટુર્નામેન્ટમાં ધમાલ મચાવતો આવ્યો છે. આઇપીએલમાં પણ તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત કોઈ પણ મુશ્કેલીની પરિસ્થિતિમાં પણ છેલ્લે સુધી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. જેથી આ સિરીઝમાં તેને સ્થાન આપવું જરૂરી બન્યું છે.
સૂર્યકૂમારે વધુમાં જણાવ્યું કે આગામી ટી-20 વર્લ્ડ કપ જૂન મહિનામાં રમાવાનો છે. જેથી અત્યારથી જ મજબૂત ફિનિશરની જરૂર છે. આવી સ્થિતિમાં તે મહત્વનો સાબિત થઈ શકે છે. બીજી તરફ મજબૂત બેકઅપ લાઈન બને તે માટે અત્યારથી જ તમામ ક્રમોમાં ફેરફારો કરવામાં આવશે. ભારતીય ટીમ હવે નવા મિશનની શરૂઆત કરી રહી છે.