સુર્યાએ કરી મોટી ભૂલ, અક્ષર પટેલ સહિત આ 3 ખેલાડીઓને ટી-20 ટીમમાંથી કર્યા બહાર, સાઉથ આફ્રિકા સામે ન આપ્યું સ્થાન…
સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટી-20 સિરીઝ રમી રહી હતી. હાલમાં જ આ સિરીઝ સમાપ્ત થઈ છે. ભારતીય ટીમે આ સિરીઝમાં જબરદસ્ત વિજય મેળવ્યો છે. હવે ભારતીય ટીમ સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણ મેચોની ટી-20 સિરીઝ રમવાની છે. આ સિરીઝ પહેલા બદલાવોને લઈને એક સમાચાર સામે આવ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તાજેતરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક બાદ સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટેની ટીમની જાહેરાત પણ કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ ફરી એક વખત એકશન મોડમાં આવ્યો છે. તેણે અક્ષર પટેલ સંહિતા 3 સુપર સ્ટાર ખેલાડીઓને બહાર કર્યા છે. આ એક ભૂલ ગણી શકાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડીઓ કોણ કોણ છે.
સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર અક્ષર પટેલને સાઉથ આફ્રિકા સામેની ટી-20 સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નથી. છેલ્લી બંને મેચોમાં તેણે સારુ પ્રદર્શન કર્યું હતું. તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો પરંતુ આ સિરીઝમાંથી તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. આ એક ખરાબ નિર્ણય કરી શકાય છે. જે હારનું કારણ પણ સાબિત થઈ શકે છે.
આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર આવેશ ખાનને પણ બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તે સારી બોલિંગ કરી રહ્યો હતો પરંતુ જરૂરિયાત સમયે વીકેટ અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજી તરફ તેની બોલિંગમાં ધાર દેખાતી નહોતી. આવા કારણોસર તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. તે હવે ક્યારે જોવા મળશે તે કહેવું અઘરું છે. અન્ય ખેલાડીઓની સરખામણીમાં તેનું પ્રદર્શન ઘણું નબળું છે.
આ ઉપરાંત ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ બહાર કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણા એક સમયે ભારતીય ટીમનો મુખ્ય બેકઅપ બની ચૂક્યો હતો પરંતુ માત્ર એક મેચની ભૂલના કારણે તેને બહાર કરવામાં આવ્યો છે. હવે તેને તક આપવામાં આવશે કે નહીં તે આગામી સમયમાં જાણવા મળશે. સાઉથ આફ્રિકા સામેની સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે.