પ્રથમ ટી-20 મેચમાં સૂર્ય કુમાર યાદવે ફટકાર્યો અશક્ય શોર્ટ, જોઈને ચાહકો થયા આશ્ચર્યચકિત…-જુઓ વીડિયો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગઈકાલે ત્રણ મેચોની ટી 20 સિરીઝની શાનદાર શરૂઆત થઈ હતી. જેની પ્રથમ મેચ રાંચી ખાતે રમાઇ હતી. જેમાં ભારતને 21 રને કારમી હાર મળી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે આ સિરીઝમાં 1-0ની મોટી લીડ મેળવી છે. આ સિરીઝની આગામી બીજી ટી 20 મેચ ભારતીય ટીમને જીતવી ખૂબ જ અગત્યની છે.
પ્રથમ મેચમાં ભારતીય ટીમના ઓપનર બેટ્સમેનોએ કઈંક ખાસ પ્રદર્શન બતાવી શક્યા નહિ પરંતુ નંબર 4 પર ઉતરેલ સૂર્યકુમાર યાદવે ખૂબ જ જોરદાર બેટિંગ બતાવી હતી. સૂર્યકૂમારે આ મેચ દરમિયાન એક અશક્ય શોર્ટ ફટકાર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પ્રથમ મેચ વિશે ટુંકમાં વાત કરીએ તો પ્રથમ ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રથમ ન્યુઝીલેન્ડની ટીમે બેટિંગ કરીને 177નો મોટો સ્કોર બનાવ્યો હતો. આ મોટા સ્કોરનો પીછો કરતી ભારતીય ટીમ 9 વિકેટે 155 રન બનાવી શકી હતી. જેને કારણે ભારતીય ટીમને 21 રને કારમી હાર મળી હતી. ભારતીય ટીમ ભલે હારી ગઈ હોય, પરંતુ સૂર્યકુમાર યાદવે ફરી એકવાર શાનદાર બેટિંગ કરી છે. સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામે ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન દ્વારા સ્ક્વેર લેગની ઓવરમાં જ્વલંત સિક્સર ફટકારી હતી.
સુર્યાએ ફટકારેલ જોરદાર સિક્સનો આ હાલ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવનો આ શોર્ટ જોઈને હાજર બોલર લોકી ફર્ગ્યુસન અને ચાહકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતાં. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે 34 બોલમાં 47 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જુઓ વિડિયો