સુનિલ ગાવસ્કરે કહ્યું- જો ગિલ પાકિસ્તાન મેચ સુધી ન આવવાનો હોય તો આ સ્ટાર ખેલાડીને તાત્કાલિક ટીમમાં કરો સામેલ…

ભારતીય ટીમે તાજેતરમાં વર્લ્ડકપ રમવાની શરૂઆત કરી દીધી છે. હાલમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી હતી. હવે આવતીકાલે અફઘાનિસ્તાન સામે મહા મુકાબલો થવાનો છે. અફઘાનિસ્તાન સામે જીત મેળવીને ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપ ક્રમ પર પહોંચી શકે છે. આ મેચ માટે હાલમાં પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત એક અન્ય સમાચાર પણ મળ્યા છે.

ભારતીય ટીમની બેટિંગ લાઇન છેલ્લા ઘણા સમયથી મજબૂત હતી પરંતુ ઓપનર બેટ્સમેન શુભમન ગિલ હાલમાં બીમાર પડ્યો છે.જેથી ઘણા ફેરફારો થયા છે. ગીલ ન હોવાના કારણે ઓસ્ટ્રેલિયા સામે ઈશાન કિશનને મેદાને ઉતારવામાં આવ્યો હતો. તે પણ સફળ રહ્યો નથી.આવા કારણોસર તાજેતરમાં સુનિલ ગાવસ્કર દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે ગિલ ન હોય તો આ ખેલાડીને તક મળવી જોઈએ.

સુનિલ ગાવસ્કરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે જો ગીલ આગામી મેચમાં પણ બહાર રહેવાનો હોય તો આ સ્ટાર ખેલાડીને ટીમમાં સ્થાન આપવું જોઈએ. તેની પાસે ઘણો અનુભવ છે. બીજી તરફ હાલમાં સારા ફોર્મમાં પણ જોવા મળ્યો છે. તે ભારતીય ટીમ માટે ઘણો મહત્વનો રહી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સુપર સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે સુનિલ ગાવસ્કરે તાજેતરમાં ઋતુરાજ ગાયકવાડ અથવા શિખર ધવનને સામેલ કરવાની વાત કહી છે. તેણે જણાવ્યું છે કે જો ગીલ સ્વસ્થ ન હોય તો તેના વિકલ્પોની ચર્ચા કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં ઋતુરાજ અથવા શિખર ધવનને આ સ્થાન મળવું જોઈએ. ઋતુરાજ હાલમાં જ એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. બીજી તરફ શિખર પાસે ઘણો અનુભવ પણ છે.

સુનિલ ગાવસ્કરના કહેવા મુજબ જો શિખર ધવનને સ્થાન મળે તો ફરી એક વખત શિખર અને રોહિત ઓપનિંગ કરી શકે છે. આ ઉપરાંત જો ઋતુરાજને સ્થાન મળે તો તે આક્રમક બેટિંગ કરી શકે છે. અત્યારથી જ આ બાબતે વિચાર કરવો જોઈએ. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ મેચ ઘણી મહત્વની રહેશે. સેમિફાઇનલ અને ફાઇનલ પહેલા તેમ કોમ્બિનેશન યોગ્ય બનાવવું ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *