સ્ટીવ સ્મિથે સુપરમેનની જેમ ક્રિકેટ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ કેચ પકડ્યો, આ જોઈને તમે પણ નહીં કરો વિશ્વાસ…-જુઓ વિડિયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે મેચ રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે જેમાં ભારતને કારમી હાર મળી છે. ઓસ્ટ્રેલિયાએ આ બીજી મેચ 10 વિકેટએ પોતાના નામે કરી છે. જેના કારણે આ સમગ્ર સિરીઝમાં ભારતે 1-1 ની બરાબરી કરી છે. હવે આગામી ત્રીજી વન-ડે મેચ બંને ટીમો માટે કટોકટીની જોવા મળશે તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ખૂબ જ જોરદાર પ્રદર્શન બતાવ્યું છે.
બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને આમંત્રિત કરી હતી. ભારતીય ટીમની બેટિંગ ખૂબ જ નબળી જોવા મળી હતી જેને કારણે 26 ઓવરમાં 117 રન બનાવીને સમગ્ર ટીમ ઓલ આઉટ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી.
ઓસ્ટ્રેલિયન ટીમે ફક્ત 11 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર આ નાનો સ્કોર પોતાના નામે કર્યો હતો અને ભારતને 10 વિકેટે કારમી હાર આપી છે પરંતુ આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન સ્ટીવ સ્મિથનો એક ઐતિહાસિક કેચનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
હાર્દિક પંડ્યાનો એક જોરદાર કેચ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે પકડ્યો હતો. આ કેચ પકડતી વખતે સુપરમેનની જેમ તે હવામાં 10 સેકન્ડ સુધી ઉડ્યો હતો અને અસંભવ કેચ ને પોતાના હાથમાં લપકી લીધો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
અદભુત કેચ જોઈને ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ થોડીવાર વિશ્વાસ મૂકી શક્યા ન હતા. વાયરલ થયેલ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પ્રાગની જેમ ફેલાઈ રહ્યો છે. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાની હારને કારણે ટીમ અને કેપ્ટન પર હાલ ઘણા સવાલો પણ ઉડી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટન શિપ હેઠળ ભારતીય ટીમ ખૂબ જ નબળી સ્થિતિમાં જોવા મળી હતી. જુઓ વિડિયો