સિરાજ-ઇશાન બહાર, પાકિસ્તાન સામે બદલાશે ભારતીય ટીમ, જાણો કોને કોને મળશે સ્થાન…
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વર્લ્ડકપની મેચ રમતી જોવા મળી છે. ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપની શરૂઆતમાં જ શાનદાર જીત મેળવવામાં આવી છે. હવે આવતા શનિવારના રોજ પાકિસ્તાન સામે મહા મુકાબલો થવાનો છે. આ મેચ અમદાવાદ ખાતે રમાવાની છે. આ મેચ બાબતે હાલમાં એક અન્ય સમાચાર સામે આવ્યા છે.
રોહિત શર્મા ફરી એક વખત પાકિસ્તાન સામેની મેચમાં મોટા બદલાવો કરશે. તે ઈશાન અને સિરાજ જવા ખેલાડીઓને બહાર કરતો જોવા મળી શકે છે. તાજેતરમાં આ એક મોટું અપડેટ પણ આપ્યું છે. તો ચાલો આપણે સમગ્ર ટીમ પર એક નજર કરીએ અને જાણીએ કે પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં કોને કોને સ્થાન આપવામાં આવશે અને કોને બહાર કરવામાં આવશે.
સૌપ્રથમ ઓપનિંગ જોડીની વાત કરીએ તો રોહિત શર્મા તેની સાથે ઓપનર બેટ્સમેન તરીકે શુભમન ગિલને સ્થાન આપશે. આ બંને ખેલાડીઓ ધમાલ મચાવતા જોવા મળશે. તે બંનેએ અત્યાર સુધી ઘણી મોટી ભાગીદારી પણ બનાવી છે. બીજી તરફ વિરાટ કોહલી ફરી એક વખત નંબર ત્રણ પર બેટિંગ કરતો જોવા મળશે. રોહિત અને કોહલી હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળ્યા છે.
મીડલ ઓર્ડરની વાત કરીએ તો શ્રેયસ ઐયરને નંબર ચાર પર સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત કેએલ રાહુલ વિકેટકીપર બેટ્સમેન તરીકે નંબર પાંચ પર બેટિંગ કરતો જોવા મળશે. હાર્દિક પંડ્યા નંબર છ પર અને રવિન્દ્ર જાડેજા ઓલ રાઉન્ડર તરીકે નંબર સાત પર જોવા મળશે. આ બંને ગુજરાતી ખેલાડીઓ બોલિંગ અને બેટિંગ બંનેમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
બોલીંગ લાઈનની વાત કરીએ તો કુલદીપ યાદવને સ્પીન બોલર તરીકે સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત ફાસ્ટ બોલરો તરીકે શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી અને બુમરાહને મેદાને ઉતરવામાં આવશે. આ ત્રણેય બોલરો ફરી એક વખત કોમ્બિનેશન સાથે અલગ અલગ લેતા જોવા મળશે. આ મેચ તેઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પાકિસ્તાનના ખેલાડીઓએ પણ ભારતને હરાવવા પૂરેપૂરી યોજનાઓ બનાવી છે.